યુપીના કાનપુરમાં બિગ ડેટા સોફ્ટવેર,આવકવેરા વિભાગ અને જીએસટી રજીસ્ટ્રેશનની તપાસમાં કાનપુરના રોડની બાજુએ લારી-ગલ્લામાં પાન,ચાટ અને સમોસા વેચનારા 256 લોકો કરોડપતિ નીકળ્યા છે.આ ઉપરાંત અનેક કબાડીઓ પાસે ત્રણ-ત્રણ કારો ઉપરાંત કરોડોની સંપત્તિનો ખુલાસો થયો છે.એટલું જ નહીં કાનપુરના નાના કરિયાણા અને દવા વેપારીઓ પણ કરોડપતિ હોવાનો ખુલાસો થયો છે.
તો ફળ વેચનારાઓ પણ અનેક વીઘા જમીનના માલિક છે.ચોંકાવનારી વાત એ છે કે કબાડીઓની પાસે ત્રણ-ત્રણ કારો છે,પરંતુ આવકવેરા અને જીએસટીના નામે તેઓ એકપણ રૂપિયા આવકવેરા વિભાગને નથી આપી રહ્યા.ઉલ્લેખનીય છે કે ડેટા સૉફ્ટવેર, આવકવેરા વિભાગ અને જીએસટી રજીસ્ટ્રેશનની તપાસમાં કાનપુરના આવા 256 લોકો કરોડપતિ નીકળ્યા છે.ઉલ્લેખનીય છે કે ગરીબ દેખાતા આવા અનેક ધનિકો પર આવકવેરાની નજર હતી.
કાનપુરના તમામ વેપારીઓએ જીએસટી રજીસ્ટ્રેશનથી બહાર એક પૈસો ટેક્સનો આપ્યો નહીં,પરંતુ 4 વર્ષમાં 375 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી લીધી.એટલું જ નહીં, 30 કરોડથી વધારેના કેવીપી ખરીદ્યા છે.આ ઉપરાંત 650 વીઘા જમીનના માલિક પણ બની ગયા છે.કોરોનાકાળમાં આમાંથી કેટલાકે 5-5 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી છે. એટલું જ નહીં, જીએસટી રજીસ્ટ્રેશનથી બહાર 65થી વધારે નાના કરિયાણા અને દવા વેપારી પણ કરોડપતિ નીકળ્યા છે.

