ઈન્કમટેકસના 58 ચીફ કમિશ્નરો -સિનિયર અધિકારીઓની બદલી : રાજકોટમાં અમદાવાદના સતિન્દર રાણાને વધારાનો ચાર્જ

260

કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ દ્વારા ઈન્કમટેકસમાં ચીફ કમિશ્નર તથા ડાયરેકટર જનરલ કક્ષાના સીનીયર અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે અને 58 અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં સીનીયર અધિકારીઓની અનેક જગ્યાઓ ખાલી છે જયારે ત્રણ અધિકારીઓની ફાળવણી કરવામાં આવી છે.રાજીવ અગરવાલને વડોદરા મુકવામાં આવ્યા છે.સતિન્દરસિંઘ રાણાને અમદાવાદ-1 ચીફ કમિશ્નર તથા રવિન્દ્ર પટેલને અમદાવાદ ટીડીએસ ચીફ કમિશ્નર બનાવવામાં આવ્યા છે.

આ સિવાય ઈન્વેસ્ટીગેશન વિભાગના ડાયરેકટર જનરલ તરીકે પ્રવિણકુમારને મુકવામાં આવ્યા છે.ગુજરાતમાં સીનીયર અધિકારીઓની અનેક જગ્યાઓ ખાલી હતી છતાં રાજકોટમાં ચીફ કમિશ્નરની જગ્યા ભરાયેલી હતી.હવે ફરી વખત રાજકોટના ચીફ કમિશ્નરની જગ્યા પર અમદાવાદ-1ના ચીફ કમિશ્નર સતિન્દરસિંઘ રાણાને વધારાનો ચાર્જ સોંપાયો છે.રાજકોટની જેમ સુરતનો ચાર્જ પણ તેમના હસ્તક રહેશે.

Share Now