– લીસના દાવા મુજબ તમિલનાડુનો પાદરી દેશ છોડવાની ફિરાકમાં હતો
ચેન્નઈ : તમિલનાડુમાં પોલીસે એક પાદરીની ધરપકડ કરી છે.આ પાદરી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને તમિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકેના એક નેતા પર અશોભનીય ટિપ્પણી કરવાનો આરોપ છે.મીડિયા રિપોર્ટ અનુસાર પાદરી દ્વારા કરાયેલી અશોભનીય ટિપ્પણીનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે.ધરપકડ કરાયેલાં પાદરીનું નામ જોર્જ પોન્નિયાહ છે.જોર્જ પોન્નિયાહ ડેમોક્રિટક કિશ્ચિયન કાઉન્સિલના સભ્ય છે.પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં કન્યાકુમારીના અરુમાનામાં ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાયના સભ્યોનો એક કાર્યક્રમ આયોજીત થયો હતો.મદુરાઈ પોલીસનું કહેવું છે કે, તેમને પોતાના એક સહયોગી પાસેથી માહિતી મળી કે પાદરી જોર્જ દેશ છોડીને ભાગવાની ફિરાકમાં છે.
આ કાર્યક્રમમાં જોર્જ પોન્નિયાહ પણ સામેલ હતા.જોર્જ પોન્નિયાહે પોતાના સંબોધનમાં રાજ્યની સત્તાધારી પાર્ટી ડીએમકેના કેટલાક નેતાઓ પર નિશાન તાક્યુ હતું અને કહ્યું હતું કે, ભક્ત અને હિંદુઓ તમને(ડીએમકે) જીત અપાવી નથી,ડીએમકેને ખ્રિસ્તીઓ અને મુસ્લિમોએ જીત અપાવી છે.આ કાર્યક્રમમાં પાદરીએ નરેન્દ્ર મોદી,અમિત શાહ અને ભારત માતા વિરુદ્ધ પણ ટિપ્પણી કરી હતી.આ મામલે પાદરી વિરુદ્ધ રાજ્યના વિવિધ ભાગોમાં ફરિયાદ નોંધાઈ હતી,બાદમાં તમિલનાડુ પોલીસ દ્વારા પાદરીની ધરપકડ કરવામાં આવી છે.

