સુરત,તા. 27 જુલાઈ : શહેરમાં મોંઘવારીને લઈને ભજન કરતી મહિલાઓનો વિડીયો વાઈરલ થયો છે.પાંચ મહિલાઓને તૈયાર કરેલા આ ભજનને લોકો વર્તમાન પરિસ્થિતિ સાથે સાંકળીને પસંદ કરી રહ્યા છે.
કોરોનાને કારણે ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે અને અનેક લોકોએ રોજગાર ગુમાવ્યો છે.સાથે જ મોંઘવારી પણ આસમાને પહોંચી છે અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં મોંઘવારી વધવાને કારણે મહીલાઓનું બજેટ ખોરવાયું છે.આ વચ્ચે વધતી જતી રોજગારીનો મહિલાઓએ અનોખી રીતે વિરોધ કર્યો છે.સોશિયલ મીડિયામાં મહિલાઓએ ભજનના રૂપે મોંઘવારી પ્રત્યે વિરોધ દર્શાવ્યો છે.આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો છે.આ અંગે તપાસ કરાતા વીડિયો નવસારીના શ્યામ મહિલા મંડળનો હોવાનું સામે આવ્યું છે.શ્યામ મહિલા મંડળના યુટ્યૂબ ચેનલ સહિતના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર અપલોડ થયા બાદ વીડિયો વાયરલ થયો છે. જો કે ભજનના બોલ વર્તમાન સ્થિતિનું વર્ણન કરાયું છે.ફિલ્મના ગીત પર બોલ સેટ કરી પાંચ મહિલાઓ દ્વારા ગવાયેલું આ ભજન વર્તમાન સ્થિતિનો ચિતાર અક્ષરશ આપે છે.જેને લઈને લોકો આ વીડિયો વધુ પસંદ કરી રહ્યા છે.
ભજનના શબ્દો :
મોંઘવારી મોંઘવારી વધી ગઈ
કેવી રીતે જીવાય કેવી રીતે જીવાય!!
કોને જઈને કહેવું, ક્યાં જઈને રહેવું??
કેટલાયના માથે આજે વધી ગયું દેવું!!
અનાજના ભાવ બહુ વધતા જાય રે
મોંઘું તેલ ક્યાંથી ખાએ રે
મધ્યમ વર્ગ લોકો બહુ મુંજાયે રે
જ્યાં જુઓ ત્યાં ભેળસેળ થાય રે


