175 કરોડના ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી શાહીદ સુમરા આખરે સંકજામાં આવ્યો

269

અમદાવાદ : કરોડોના ડ્રગ્સ કૌભાંડમાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે.કચ્છના દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડના હેરોઈન ડ્રગ્સ મામલે મુખ્ય આરોપી આખરે સકંજામાં આવ્યો છે. 175 કરોડના ડ્રગ્સનો આરોપી સાહિદ કાસમ સુમરાની ધરપકડ કરાઈ છે.સાહિદ કાસમ સુમરા ભારતના અલગ અલગ ચાર ગુનામાં ફરાર હતો. એક એનઆઈએ અને એક પંજાબના કેસમાં પણ તે મુખ્ય આરોપી હતો.

ગત વર્ષે પકડાયુ હતું 175 કરોડનું ડ્રગ્સ

ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં ગુજરાત ઍન્ટિ-ટૅરરિસ્ટ સ્ક્વૉડ તથા ઈન્ડિયન કૉસ્ટગાર્ડના સંયુક્ત ઑપરેશનમાં રૂ. 175 કરોડનું હેરોઇન ઝડપી લીધુ હતુ.પાકિસ્તાની બોટ દ્વારા નશાકારક દ્રવ્યોની ડિલિવરી કરવામાં આવશે તેવી બાતમીના આધારે આ સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં અરબી સમુદ્રમાં કચ્છના જખૌ પાસેથી આ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો.આ માછીમારી બોટમાં 5 પાકિસ્તાની માછીમારો સવાર હતા.

Share Now