ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ થઇ ચુકી છે.એક બાજુ ભાજપ દ્વારા રૂપાનણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા ઉપર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે.તો તેની સામે કોંગ્રેસ દ્વારા જન ચેતના અભીયાન શરુ કરવામાં આવ્યું છે.જેના ભાગ રૂપે આજ રોજ ગાંધીનગર ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કોરોના ની મહામારી માં સરકાર આરોગ્ય ક્ષેત્રે નિષ્ફળ ગઈ છે.
રેમડેસીવીર અને બીજી દવાઓના કાળા બજાર થયા છે, હજુ સુધી વેકસીનની અછત જોવાય છે,કોરોનાની પરિસ્થિતિમાં who ની ચેતવણી હોવા છતાં નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ યોજી કોરોનાને આમંત્રણ આપ્યું છે.ગુજરાતમાં જ ઉત્પાદન થતા કોરોના ના ઇન્જેક્શન માટે ગુજરાતની જનતાએ ૧૦ હાજર ચુકવવા છતાય ઇન્જેક્શન મળ્યા હતા.તો સરકાર શેની ઉજવણી કરે છે ? સરકાર નિષ્ફળ ગઈ છે.. તો શેની ઉજવણી.નરેન્દ્રભાઈ કે આનંદીબેનના સમયમાં કેમ કોઈ ઉજવણી કરવામાં આવી ના હતી. ?
ભીખુભાઇ મુદ્દે કટાક્ષ ….
ભીખુભાઈએ દોઢ દાયકા જેવી પક્ષ ની સેવા કરી છે.પક્ષે એમની સેવાની નોંધ લઈ મહત્વની જવાબદારી આપે,અને સરકારમાં પરિવર્તનની વાત ચાલે છે તો તેમાં પણ ભીખુભાઇને મહત્વનું સ્થાન આપે.
પાટણના ભાજપ નેતા ભારત સિંહ ડાભીના દારૂ મુદ્દે વાઈરલ થયેલા ઓડિયો બાબતે અમિત ભાઈએ જણાવ્યું હ તું કે, હાલની સરકારમાં પાણી અને દૂધ ન મળે.પણ દારૂ સરળતા થી મળે છે.ભાજપ તેરા કૈસા ખેલ દારૂ સસ્તા મ્હેંગા તેલ.ભાજપના રાજમાં મિલીભગત અને હપ્તા ખોરીથી ગલી થી લઈ ને ગાંધીનગર સુધી દારૂના અડ્ડા ચાલે છે.બુટલેગરો ખુલ્લેઆમ પોલીસને હપ્તા આપતા હોવાનું કહી રહ્યા છે.