ચીનમાં સુસ્ત પડયું છે મેન્યુફેકચરીંગઃ જેનાથી વૈશ્વિક વેપારને અસર
મુંબઈ, તા.૬: કોરોના વાઈરસના ચેપને કારણે ભારતના વેપારને ૩૪.૮૦ કરોડ ડોલરનું નુકસાન થવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. ચીનમાં ઉત્પાદન પ્રવૃત્તિ મંદ પડતા વિશ્વ વેપારમાં ખલેલ પડતા જે ટોચના ૧૫ અર્થતંત્રોને સૌથી વધુ અસર પડી છે તેમાં ભારતનો સમાવેશ થાય છે,એમ યુનાઈટેડ નેશન્સના એક રિપોર્ટમાં જણાવાયું છે.યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા જારી કરાયેલા અંદાજોમાં જણાવાયું છે કે,ચીનમાં કોરોનાને કારણે ઉત્પાદન ક્ષેત્રમાં આવેલી મંદીએ વિશ્વ વેપારમાં ખલેલ પાડી છે અને તેને કારણે વૈશ્વિક નિકાસમાં ૫૦ અબજ ડોલરનો ફટકો પડી શકે એમ છે.કિંમતી સાધનો, મસીનરી,ઓટોમોટિવ તથા સંદેશવ્યવહારના સાધનોના ઉત્પાદનો પર સૌથી વધુ અસર જોવા મળી છે.જે દેશોના વેપાર પર સૌથી વધુ અસર થઈ છે તેમાં ૧૫.૬૦ અબજ ડોલર સાથે યુરોપ, ૫.૮૦ અબજ ડોલર સાથે અમેરિકા, ૫.૨૦ અબજ ડોલર સાથે જાપાનનો સમાવેશ થાય છે.ચીનમાં ઉત્પાદન દ્યટતા સૌથી વધુ અસર પામેલા ૧૫ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે અને તેના વેપાર પર ૩૪.૮૦ કરોડ ડોલરની અસર જોવાઈ રહી હોવાનું સંયુકત રાષ્ટ્રના અંદાજોમાં જણાવાયું છે.અન્ય દેશોની સરખામણીએ ભારતના વેપાર પર મર્યાદિત અસર જોવા મળી રહી છે. ભારતને વેપારમાં થનારા સૂચિત નુકસાનમાં જે ક્ષેત્રોનો સમાવેશ થાય છે તેમાં મુખ્યત્વે કેમિકલ્સ,ટેકસટાઈલ તથા એપરલ્સ, ઓટોમોટિવ, ઈલેકટ્રિકલ મસીનરી, લેધર પ્રોડકટસનો સમાવેશ થાય છે.કોરોનાવાઈરસે માનવશરીર પર ઉપરાંત ચીન સહિત વિશ્વના અર્થતંત્ર પર ગંભીર અસર કરી છે.વિશ્વના અનેક વેપાર કામકાજ માટે ચીન ઉત્પાદન મથક બની રહ્યું છે. ચીનમાં ઉત્પાદન પર કોઈપણ ખલેલ વિશ્વના અન્ય દેશોના વેપાર કામકાજને ખોરવી નાખે છે, એમ પણ યુનાઈટેડ નેશન્સે જણાવ્યું હતું. ચીનનો ફેબુ્રઆરીનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૩૭.૫૦ સાથે છેલ્લા દોઢ દાયકાની નીચી સપાટીએ જોવાયો હતો. આ ઘટાડાનો અર્થ ચીનમાં ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે ૨ ટકાનો ઘટાડો થયાનું કહી શકાય.
કોરોનાની અસરઃ ભારતીય અર્થતંત્રને રૂ.૨૫૪૮ કરોડનું નુકશાન થશે

Leave a Comment