CBIએ 6,833 કરોડની છેતરપિંડીના કેસમાં શ્રીલક્ષ્મી કોટ્સિનના MDને અરેસ્ટ કર્યા

225

– સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળની દસ બેન્કોના કોન્સોર્ટિયમ સાથે છેતરપિંડી આચરવામાં આવી

નવી દિલ્હી : સીબીઆઇએ સૌથી મોટા બેન્ક છેતરપિંડી કેસોમાં એકની નોંધણી કરતા કાનપુર સ્થિત શ્રીલક્ષ્મી કોટ્સિનના ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર માતાપ્રસાદ અગરવાલને બુક કર્યા છે.તેમના પર સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળની દસ બેન્કોના કોન્સોર્ટિયમને છેતરવાનો આરોપ છે.

સીબીઆઇએ આ ઉપરાંત જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને ગેરંટર પવન કુમાર અગરવાલ,ડિરેક્ટર અને ગેરંટર શારદા અગરવાલ,ડેપ્યુટી મેનેજિંગ એડિટર દેવેશ નારાયણ ગુપ્તાનું નામ એફઆઇઆરમાં નોંધ્યું છે,જે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની ફરિયાદ પર દાખલ કરવામાં આવી હતી.સીબીઆઇએ આ માટે નોઇડા,રુરકી કાનપુર અને ફતેહપુરના કુલ નવ સ્થળોએ દરોડા પાડયા હતા.બેન્કે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીએ આચરતા ઇરાદાપૂર્વક અપ્રામાણિકાથી બેન્ક સાથે છેતરપિંડી આચરી હતી.

દિલ્હી કોર્ટે શનિવારે એમ્બિયન્સ ગુ્રપના પ્રમોટર રાજસિંહ ગેહલોતને ૮૦૦ કરોડની બેન્ક લોન છેતરપિંડીના કેસમાં જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.ઇડીએ હવે તેમની વધુ પૂછપરછની જરુર નથી તેમ જણાવ્યા પછી તેમને જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ આરોપીને ૨૧ ઓગસ્ટ સુધી જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે.

ગુરગાંવ સ્થિત એમ્બિયન્સ મોલના પ્રમોટર ગેહલોત સામે ઇડીના કેસનો આધાર જમ્મુના એન્ટિ કરપ્શન બ્યૂરોએ ૨૦૧૯માં એએચપીએલ સામે દાખલ કરેલી એફઆઇઆર હતી.તેમા ગેહલોત અને તેના ડિરેક્ટરો પર ફાઇવ સ્ટાર લીલા એમ્બિયન્સ કન્વેન્શન હોટેલના બાંધકામ અને ડેવલપમેન્ટ માટે મની લોન્ડરિંગ કર્યાનો આરોપ હતો.તેના પગલે ઇડીએ ગેહલોતની કંપની અમન હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ (એએચપીએલ) અને એમ્બિયન્સ ગુ્રપની બીજી કેટલીીક કંપનીઓને ત્યાં દરોડા પાડયા હતા.આ ઉપરાંત કંપનીના ડિરેક્ટર દયાનંદ સિંહ,મોહનસિંહ ગેહલોત અને તેમના સહયોગીઓને ત્યાં આ વર્ષે જુલાઈમાં દરોડા પાડયા હતા.

Share Now