ગુજરાતના 6 IAS ઓફિસરોને કેન્દ્રમાં જોઇન્ટ સેક્રેટરીપદે નિયુક્તિ

265

– દેશના કુલ 49 IASની દિલ્હીમાં નિમણૂક
– થોડાક દિવસો પહેલાં જ આ જ આઇએએસ અધિકારીઓને સચિવપદે બઢતી અપાઇ હતી

અમદાવાદ : ગુજરાતના વધુ છ આઇએએસ અધિકારીઓની કેન્દ્રમાં જોઇન્ટ સેક્રેેટરી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.ભારતીય વહીવટી સેવા વર્ષ 2005ની બેન્ચના અધિકારીઓને સંયુક્ત સચિવ પદે નિમણૂંક આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે દેશના કુલ 49 આઇએએસ અિધકારીઓને સંયુક્ત સચિવપદે નિમણૂંક કરી છે જેમાં ગુજરાત કેડરના છ આઇએએસનો સમાવેશ થાય છે. આઇએએસ અિધકારી બઁછાનિધી પાની,હર્ષદ પટેલ,કે.કે.નિરાલા,પી.ભારતી,રણજીતકુમાર,શાલીની અગ્રવાલને કેન્દ્ર સરકારમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.કોરોનાકાળમાં સુરતમાં નોંધનીય કામગીરી કરનારાં બંછાનીધી પાનીની કેન્દ્ર સરકારે નોંધ લીધી છે.

ઉલ્લેખ થોડાક દિવસો પહેલાં જ કુલ 77 આઇએએસ અિધકારીઓની બદલીઓ કરવામાં આવી હતી જેમાં આ જ આઇએએસ અિધકારીઓને સરકારે સચિવ તરીકે બઢતી આપી હતી. હવે કેન્દ્ર સરકારે ગુજરાતના આ આઇએએસને દિલ્હી મોકલવા નક્કી કર્યુ છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતના કેટલાંય સનદી અિધકારીઓ જેમકે હસમુખ અઢિયા, એસ.અર્પણા, અજય ભાદુ, ટી.નટરાજન, અજયકુમાર, અંતનુ ચક્રવર્તી, ગીરીશ મુર્મુદિલ્હી પહોંચ્યા છે અને અત્યારે વિવિધ વિભાગોમાં ફરજ અદા કરી રહ્યા છે.ગુજરાતી આઇએએસ અિધકારીઓની દિલ્હી પોસ્ટિંગ થતા ગુજરાતમાં આઇએએસ અિધકારીઓની અછત વર્તાઇ રહી છે.ગુજરાતમાં હજુય કેટલાંય અિધકારીઓ દિલ્હી જવાની કતારમાં છે.

IAS

અત્યારે કયાં ફરજ બજાવે છે

બંછાનિધી પાની- મ્યુનિ.કમિશનર, સુરત

કે.કે.નિરાલા- સચિવ, મહિલા બાળકલ્યાણ

શાલીની અગ્રવાલ- મ્યુનિ. કમિશનર, વડોદરા

રણજીતકુમાર- કમિશનર,એમએસએમઇ

પી.ભારતી- કમિશનર,પ્રા.શિક્ષણ

ગુજરાત કેડરના કયા અધિકારીઓ દિલ્હીમાં ફરજ બજાવી

– હસમુખ અઢિયા

– એસ.અર્પણા

– અજય ભાદુ

– ટી.નટરાજન

– અજયકુમાર

– અંતનુ ચક્રવર્તી

– ગીરીશ મુર્મુ

– ગુરૂપ્રસાદ મહાપાત્રા

– ડી.થારા

– બી.બી.સ્વેન

– હાર્દિક શાહ

– પી.ડી.વાઘેલા

– આર.બી.ગુપ્તા

– અનિતા કરવાલ

– એ.કે.શર્મા

– આરતી તંવર

Share Now