પલસાણા : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મોટાભાગની પંચાયતોમાં રાજકીય આગેવાનોના આર્શીવાદથી ટેન્ડર મેળવતા અજય મહેતાએ માત્ર ચલથાણ ગામમાં જ કોરોના કાળમાં 70 લાખથી વધુના કામો 15માં નાણાં પાંચમા એડવાસમાં કરી નાખતા વિવાદ સર્જાયો છે.
ગત 2020-21 વર્ષ માટે ચલથાણ પંચાયતમાં વિકાસના કામ માટે ટેન્ડર મેળવનાર કોન્ટ્રાકટર અજય મહેતા શરૂઆતથી જ વિવાદમાં સપડાયેલા જોવા મળ્યા હતા ટેન્ડર મેળવમાં માટે તત્કાલીન તલાટી કમ મંત્રી કૌશિક લાડ સાથે મળી ટેન્ડરના કવર ખોલી નાખવાના આરોપ પણ અજય મહેતાના શિરે લાગ્યા છે.તદુપરાંત હલકી કક્ષાના મટેરિયલ વાપરવામાં તેમજ બેફામ તાંત્રિક મંજૂરી વિના એડવાસમાં કામ કરી નાખવાના આરોપ પણ અજય મહેતા વિરુદ્ધ લાગ્યા હોવાનું જાણવા મળેલ છે ગત વર્ષે અજય મહેતાએ ચલથાણ ગામની વિવિધ સોસાયટીમાં અને ગટરના કામ મળી 70 લાખના કામો એડવાન્સમાં કર્યા હોવાનું જાણવા મળતા રાજકીય ગરમાટો આવ્યો હતો માત્ર 15 દિવસ અગાઉ આપયેલા 15 માં નાણાં પંચના કામો અજય મહેતાએ 1 વર્ષ અગાઉથી કરી નાખ્યા હતા આમ રાજકીય આગવાનોના આર્શીવાદથી અજય મહેતા બેફામ કામોકરી નાખતા ચલથાણ ગામમાં આંતરિક રાજકારણ ગરમાયુ છે