– તાલિબાન જ્યારે ભારત સાથે સારા સંબંધોની વાત કરી રહ્યું છે ત્યારે તેની નિયત અંગે અનેક પ્રકારના સવાલો થાય છે
નવી દિલ્હી, તા. 16 ઓગષ્ટ : અફઘાનિસ્તાનમાં વ્યાપેલી દહેશત વચ્ચે તાલિબાની પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું કે, તેઓ ભારત સાથે સારા અને મજબૂત સંબંધો બનાવવા ઈચ્છે છે.તમામ રાજદ્વારીઓ પણ ત્યાં સુરક્ષિત રહેશે.કોઈએ પણ દેશ છોડીને જવાની જરૂર નથી.
ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે તાલિબાન
તાલિબાની પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદના કહેવા પ્રમાણે તેઓ ભારત સાથે સારા અને મજબૂત સંબંધો ઈચ્છે છે.તમામ રાજદ્વારી પણ ત્યાં સુરક્ષિત રહેશે.કોઈએ પણ દેશ છોડીને જવાની જરૂર નથી.એક તરફ તાલિબાન ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે, બીજી બાજુ ભારતના પાકિસ્તાન સાથેના વિવાદ અંગે તે કશું નથી કહી રહ્યું.તાલિબાને ભાર આપીને કહ્યું કે, તે ભારત-પાકિસ્તાન વિવાદમાં હસ્તક્ષેપ કરવા નથી માંગતું. બંને દેશોની આંતરિક સમસ્યા છે.તાલિબાન તેમાં કોઈ જ ભૂમિકા નહીં ભજવે.
શું ભારત તાલિબાન પર વિશ્વાસ મુકી શકે?
પાડોશી હોવાના નાતે ભારત હંમેશા કહેતું આવ્યું છે કે, તે અફઘાનિસ્તાનમાં લોકશાહીને સશક્ત કરવા અને શાંતિ સ્થાપિત કરવામાં મહત્વનું યોગદાન નિભાવી શકે છે.પરંતુ તાલિબાને સતત આ પહેલનો વિરોધ કર્યો છે.આ કારણે જ તાલિબાન જ્યારે ભારત સાથે સારા સંબંધોની વાત કરી રહ્યું છે ત્યારે તેની નિયત અંગે અનેક પ્રકારના સવાલો થાય છે.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન તાલિબાને અફઘાનિસ્તાનના ભવિષ્ય અંગે વિસ્તારપૂર્વક વાત કરી હતી.જણાવ્યું હતું કે, તાલિબાન રાજમાં પણ મહિલાઓને ભણવા-ગણવાની તક આપવામાં આવશે.તેઓ બહાર જઈને કામ પણ કરી શકશે.બસ શરતો એ છે કે, તમામ મહિલાઓ શરિયા કાયદાનું ચુસ્તપણે પાલન કરે.સાથે જ હિજાબ ચોક્કસથી પહેરી રાખે.