આગરાની શાહી જામા મસ્જિદમાં બીજેપી નેતા અને લઘુમતી આયોગના અધ્યક્ષ અશફાક સૈફી દ્વારા તિરંગો ફરકાવવા પર વિવાદ થયો છે.શહેર મુફ્તીનો એક કથિત ઑડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે મસ્જિદની અંદર રાષ્ટ્રગીત ગાવાનો વિરોધ કર્યો છે.આના પર અશફાક સૈફીએ મુફ્તીના નિવેદનને બેજવાબદાર ગણાવ્યું છે.ઉલ્લેખનીય છે કે સ્વતંત્રતા દિવસ પર શાહી જામા મસ્જિદમાં લઘુમતી આયોગના અધ્યક્ષ અશફાક સૈફીએ તિરંગો ફરકાવ્યો હતો.ત્યારબાદ રાષ્ટ્રગીત ગાયું અને ‘ભારત માતા કી જય’ના નારા લાગ્યા.જામા મસ્જિદની અંદર તિરંગો લહેરાવવા અને રાષ્ટ્રગીત ગાયા બાદ એક ઑડિયો વાયરલ થયો.દાવો કરવામાં આવી હ્યો છે કે આ ઑડિયો મુફ્તી મઝદુલ ખુબૈબ રૂમીનો છે.વાયરલ ઑડિયોમાં મુફ્તી મઝદુલ ખુબૈબે મસ્જિદ ઇંતઝામિયાના ચેરમેન અસલમ કુરૈશીને કહ્યું કે, ‘મસ્જિદની અંદર જન-ગણ-મન થયું છે.એ હરામ છે.અલ્લાહના વિનાશને આમંત્રણ ના આપો.’
આ દરમિયાન શાહી જામા મસ્જિદના ચેરમેન હાજી અસલમ કુરૈશીએ કહ્યું કે, મુફ્તીએ મસ્જિદમાં તિરંગો લહેરાવવા પર વાંધો ઉઠાવ્યો છે, જે ખોટું છે.મદરેસામાં દર વર્ષે ઝંડારોહણ કરવામાં આવે છે.મુફ્તી વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાવવો જોઇએ,મુફ્તીએ મને ધમકી આપી છે.આ મામલે હિન્દુસ્તાની બિરાદરીના ચેરમેન ડૉ. સિરાજ કુરૈશીએ કહ્યું કે, ‘મસ્જિદની અંદર ઝંડો નથી ફરકાવવામાં આવતો, આને લઇને મુસ્લિમોમાં એકમત છે.મદરેસા-ખાનકાહ-મસ્જિદોના ગેટ પર તિરંગો ફરકાવવામાં આવે છે, આમાં કોઈને કંઈ વાંધો નથી,પરંતુ મસ્જિદની અંદર ના હોવો જોઇએ.’
તો યુપી લઘુમતી આયોગના અધ્યક્ષ અશફાક સૈફીએ કહ્યું છે કે મુફ્તીનો તિરંગો ફરકાવાનો વિરોધ ખોટો છે. જંગ-એ-આઝાદીની લડાઈ હિંદુ,મુસ્લિમ,શીખ,ઈસાઈ તમામે સાથે મળીને લડી હતી,મુફ્તીનું નિવેદન બેજવાબદારીભર્યું છે.તેમણે આ પાછું લેવું જોઇએ.કહેવામાં આવી રહ્યું છે કે ઑડિયો વાયરલ થતા જ મઝદુલ ખુબૈબ રૂમી અંડરગ્રાઉન્ડ છે.