ચલથાણ ગ્રામ પંચાયતમાં કથિત ભ્રષ્ટાચાર : કોન્ટ્રાકટર અજય મેહતા અને તત્કાલીન તલાટી કૌશિક પ્રજાપતિનું ભીનું સંકેલવા હવાતિયાં

291

પલસાણા : કમિશનની લાલચમાં ગત વર્ષે સુરત જિલ્લાન પલસાણા તાલુકાનાં ચલથાણ પંચાયતના કારભારી દ્વારા ગામમાં અંદાજીત 70 લાખના કામો એડવાસમાં કરી દેવામાં આવતા 15માં નાણાંના કામો મુદ્દે પંચાયતમાં ખેંચતાણમાં એંધાણ ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટવાના બીકથી ટુક સમય પહેલા તાંત્રિક મંજુરી લઈ સમગ્ર મામલે ભીનું સંકેલવા હવાતિયાં મારી રહ્યા છે.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ પંચાયતના કેટલાક ભ્રષ્ટ કારભારીઓ દ્વારા ગત વર્ષે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા ચલથાણની પ્રજાને ખુશ કરવાં માટે સ્થાનિક મોટા નેતાઓના સંડોવણીથી તત્કાલીન કોન્ટ્રાકટર અજય મહેતા પાસે ગામની કેટલીક નામી સોસાયટીમાં પેવેરલ બ્લોક તેમજ ડ્રેન્જ લાઈનનું કામ કરાવી લેવામાં આવ્યું હતું.જોકે આ કામો ચાલુ વર્ષે 15માં નાણાં પાંચમા લેવાના હતા પરંતુ તત્કાલિન વિવાદિત તલાટી કૌશિક પ્રજાપતિ અને અજય મહેતા વચ્ચેની સાથગાંઠના પરિણામે અંદાજીત 70 લાખના કામ એડવાસમાં કરી નાખવામાં આવ્યા હતા આ એજ વિવાદિત તલાટી છે.જેના માથે કોન્ટ્રાકટર અજય મહેતાના અંગત લાભ માટે તલાટીએ 2 કરોડના કામના ટેન્ડર ખોલી નાખ્યા હતા.જે તલાટી વિરુદ્ધ તપાસ બાદ મહિના અગાઉ તલાટીની તત્કાલીન અસરથી બદલી કરી દેવામાં આવી હતી એટલું જ ઓછું હોય તેમ 15માં નાણાં પંચના કામની તપાસ કરવામાં આવેલા બે અધિકારીઓને પણ પંચાયત અને કોન્ટ્રાકટર દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.સમગ્ર મામાલે ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવે તો મોટા માથાની સંડોવણીથી આચરેલા ભ્રષ્ટાચારને નકારી શકાય તેમ નથી સમગ્ર મામલે પંચાયત સભ્યો તેમજ નવનિર્મિત તલાટી અને સરપંચ અને ઉપસરપંચ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હોવાનું જણાય આવે છે.

Share Now