કાયદાના ઉલ્લંઘન મામલે દેશની 40,000 કંપનીઓનું રજીસ્ટ્રેશન કેન્સલ થઈ શકે છે.જો આવુ થશે તો રજિસ્ટ્રાર ઓફ કંપની આ કંપનીઓનું રજીસ્ટ્રેશન હટાવી દેશે.બીજી બાજૂ સરકારને લાગે છે કે, એલએલપી એક્ટ LLP Act માં થયેલા ફેરફારથી નાના વેપારી અને નાની કંપનીઓ રજીસ્ટ્રેશન માટે આવી જશે.એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કંપનીઝ એક્ટના ઉલ્લંઘનને લઈને સરકાર લગભગ 40,000 કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા જઈ રહી છે.આ તમામ કંપનીઓ કો-રજિસ્ટર કરવામાં આવશે અને સાથે જ કંપની રજિસ્ટ્રારમાંથી પણ તેનું રજિસ્ટ્રેશન હટાવી દેવામાં આવશે.આ ઉપરાંત દેશમાં લગભગ 2 લાખ જેટલી કંપનીઓ એવી છે.જે નિષ્કિય પડેલી છે.સરકાર આ કંપનીઓ વિરુદ્ધ સતત નજર રાખીને બેઠી છે.તેના પર પણ આવનારા દિવસોમાં કાર્યવાહી થઈ શકે છે.
કેટલી કંપનીઓ પર થશે કાર્યવાહી
સરકારે હાલમાં જ લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપનો કાયદો બનાવીને પાસ કર્યો છે. તેનાથી સરકારને આશા છે કે, નવી કંપનીઓ કંપની એક્ટ અંતર્ગત જોડાશે.બીજી બાજૂ જે કંપનીઓ કાયદાનું ઉલ્લંઘન કર્યુ છે,તેમના વિરુદ્ધ સેક્શન 455 અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે.એલએલપી એક્ટ અંતર્ગત માનવામાં આવે છે કે,અસંગઠિત ક્ષેત્રની કંપનીઓ વધારે રજિસ્ટ્રેશન કરાવશે અને તેમને સરકાર તરફથી સુવિધા આપવામાં આવશે.
અત્યારે કંપની રજિસ્ટ્રેશનનો ગ્રોથ રેટ 17 ટકાની આસપાસ છે જેમાં એલએલપી એક્ટના કારણે વધારે આવવાની આશા છે.તેનાથી કંપનીઓને કેટલાય પ્રકારના ફાયદા થશે.જેમ કે કોઈ કંપનીનું કુલ ટર્નઓવર 40 લાખથી ઓછુ છે,તો તેને ઓડિટ કરાવાની જરૂર નથી.આવી કંપનીને ઓડિટ રિટર્નની જાણકારી આપવી અથવા અકાઉન્ટ સ્ટેટમેંટ આપવાથી કામ ચલાવી શકાશે.વર્ષમાં બસ બે કાગળ જમા કરાવાના રહેશે.

