એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારી રાજેશ્વર સિંહ ટૂંક સમયમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે.રાજેશ્વર સિંહ મૂળ તો યુપી પોલીસની એક અથડામણમાં નિષ્ણાંત રહ્યા છે.જે 2009માં ઈડીમાં શામેલ થયા હતા.તેમણે 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ અને તેમાંથી બહાર આવેલા મામલા સહિત એરસેલ-મેક્સિસ કરાર સહિત કેટલાય મહત્વના મામલામાં સંભાળ્યા છે.
2010થી 2018 સુધી રાજેશ્વર સિંહે રાષ્ટ્રમંડલ ખેલ કૌભાંડ અને કોલસા કૌભાંડના કેસો પણ સંભાળ્યા છે.જેમને અગસ્તા વેસ્ટલેડ હેલીકોપ્ટર કરારને હચમચાવીને યુપીએ સરકારને ડગમગાવી નાખી હતી.આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ અને તેમના દિકરા કાર્તિ ચિદમ્બર વિરુદ્ધ તપાસ અને કાર્યવાહી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.આ બંને પર ભ્રષ્ટાચારના આરોપો હતા.
રાજેશ્વર સિંહ ભ્રષ્ટાચારના કેસોમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. જેના કારણે સીએમ ઓપી ચૌટાલા,મધુ કોડા અને જગન મોહન રેડ્ડી વિરુદ્ધ પણ કાર્યવાહી થયેલી છે.મની લોન્ડ્રીંગના રાજકીય રીતે સંવેદનશીલ કેસો સંભાળવવા માટે તેમને 2014માં સુપ્રીમ કોર્ટ દ્વારા સંરક્ષિત કરવામાં આવ્યા હતા.તથા શિર્ષ અદાલતના કહેવા પર તેમને ઈડીમાં સમાહિત કરવામાં આવ્યા હતા.રાજેશ્વર સિંહે ધનબાદની ઈંડિયન સ્કૂલ ઓફ માઈન્સમાંથી એન્જીનિયરીંગ કરેલુ છે.તેમની પાસે કાયદો અને માનવાધિકાર સાથે જોડાયેલા વિષયોની ડિગ્રી પણ છે.