મુંબઈ : હાઇકોર્ટના એક સેવાનિવૃત જ્જની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી તપાસ સમિતીએ માજી પોલીસ કમિશનર પરમબીર સિંહને ૨૫ હજાર રૃપિયાનો દંડ ફટકાર્યો છે.તેઓ તપાસ સમિતી સામે હાજર ન થતા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
મહારાષ્ટ્ર સરકારે પરમબીર સિંહ દ્વારા ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે લગાવેલા ભ્રષ્ટાચારના આરોપની તપાસ માટે સેવા નિવૃત જ્જ કૈલાશ ચાંદીવાલના માર્ગદર્શન હેઠળ તપાસ સમિતી બનાવી હતી.સરાકારના એક વકીલે આપેલી માહિતી મુજબ પરમબીર સિંહ તપાસ સમિતી સામે હાજર ન થછતા દંડ ફટકારવામાં આવ્યો હતો. અગાઉ સુનાવણી દરમિયાન સિંહને છેલ્લી તક આપવામાં આવી હતી. અગાઉ જૂનમાં વરિષ્ઠ આઇપીએસ અધિકારી સિંહને સમન્સ મોકલવામાં આવ્યા હતા.
આમ છતા તેઓ હાજર થયા નહોતા. આથી તેમને પાંચ હજાર રૃપિયાનો દંડ જમા કરવાનુ જણાવ્યામાં આવ્યુ હતુ.આ રકમ મુખ્યમંત્રી કોવિડ-૧૯ રાહત ફંડમાં આપવા કહ્યું હતું.ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન પાસે વિસ્ફોટક ભેરલી ગાડી મળવા અને ગાડીના માલિકની હત્યા બાદ તે સમયના પોલીસ કમિશનર પરમબીર સિંહની બદલી કરાય હતી.બાદમાં સચિન વાઝેને દરમહિને ૧૦૦ કરોડ રૃપિયા વસૂલ કરવાનો ટોર્ગેટ દેશમુખે આપ્યો હોવાનો આરોપ સિંહે કર્યો હતો આ મામલાની તપાસ શરૃ છે.