આમતો કોઈ ગ્લવ્ઝ પહેરીને મહિલાને સ્પર્શે તો છેડછાડ નહીં ગણાય! સ્કિન ટૂ સ્કિન મામલે સુપ્રીમ કૉર્ટ નારાજ

232

બોમ્બે હાઈકોર્ટના ‘સ્કીન ટૂ સ્કીન’ ચૂકાદા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે લીગલ સર્વિસ કમિટીને આદેશ આપ્યો છે કે તે બંને મામલે બાળકી સાથે છેડછાડના આરોપીઓ તરફથી પક્ષ રાખે.સુપ્રીમ કોર્ટે એમિક્સ ક્યુરી સિદ્ધાર્થ દવેને આ કેસમાં મદદ કરવા માટે કહ્યું છે. આ દરમિયાન એટર્ની જનરલ કે.કે. વિણુગોપાલે અદાલતમાં કહ્યું છે કે જો કાલે કોઈ વ્યક્તિ સર્જિકલ ગ્લવ્ઝની એક જોડી પહેરે છે અને એક મહિલાના શરીર સાથે છેડછાડ કરે છે તો તેને આ ચૂકાદા પ્રમાણે જાતિય સતામણી માટે સજા નહીં કરવામાં આવે! બોમ્બે હાઈકોર્ટનો ચૂકાદો એક અપમાનજક ઉદાહરણ છે.

સુપ્રીમ કોર્ટે જોયું કે બોમ્બે હાઈકોર્ટના ચૂકાદામાં સામેલ બંને કેસોના આરોપીઓ તરફથી અદાલતમાં કોઈ હાજર નથી થયું. જસ્ટિસ યુ.યુ. લલિત અને જસ્ટિસ અજય રસ્તોગીની ખંડપીઠે કહ્યું કે, નોટિસ મોકલ્યા છતાં આરોપીઓએ પક્ષ નથી રાખ્યો.આ કારણે સુપ્રીમ કોર્ટ લીગલ સર્વિસ કમિટી તેમનો પક્ષ રાખે.હવે આ કેસની સુનાવણી 14 સપ્ટેમ્બરના થશે.ઉલ્લેખનીય છે કે 27 જાન્યુઆરીના સુપ્રીમ કોર્ટમાં બોમ્બે હાઈકોર્ટના એ ચૂકાદા હેઠળ આરોપીને છોડી મૂકવા પર રોક લગાવી દીધી હતી,જેમાં કહેવામાં આવ્યું હતું કે કપડાં ઉતાર્યા વગર સ્પર્શવાથી પોક્સો એક્ટની કલમ 8ના અર્થમાં જાતિય સતામણી નથી થતી.

આ દરમિયાન અટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું હતું કે, નિર્ણય અભૂતપૂર્વ છે અને એક ખતરનાક મિસાલ કાયમ કરવાની સંભાવના છે. અદાલતે AGને યોગ્ય અરજી દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.અદાલતે આરોપીઓને છોડી મૂકવાની અરજી પર રોક લગાવી હતી.ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે પોતાના ચૂકાદામાં કહ્યું હતું કે, આ પ્રકારના કૃત્યથી આઈપીસી કલમ 354 હેઠળ છેડછાડ હશે અને આ પોક્સો અધિનિયમની કલમ 8 હેઠળ જાતિય શોષણ નહીં હોય.આ ઉપરાંત પેરા નં.26 માં એક જજે કહ્યું કે, પ્રત્યક્ષ શારીરિક સંપર્ક એટલે કે યોન પ્રવેશ વગર ત્વચાથી ત્વચા સંપર્ક જાતિય શોષણ નથી.

Share Now