વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાંચમી સપ્ટમ્બરે શિક્ષક દિનના દિવસે ગુજરાત પ્રવાસે આવવાના હતાં પરંતુ તેઓનો પ્રવાસ અચાનક જ રદ્દ થયો છે.મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલના એક્સલન્ટ ઓફ સ્કૂલનું લોકાર્પણ કરવાના હતાં.દિલ્હીથી આવેલા અધિકારીઓએ ગઇ કાલે કમાન્ડ એન્ડ કંટ્રોલની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમ્યાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત સેક્રેટરીઓ સાથે યોજાયેલી બેઠકમાં PM મોદીનો કાર્યક્રમ રદ કર્યાની જાણકારી આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષક દિનના દિવસે પીએમ મોદી મહાત્મા મંદિરથી રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓ માટે રૂપિયા 8 હજાર કરોડનો મિશન સ્કૂલ ઓફ એક્સલેન્સ પ્રોજેક્ટ લોન્ચ કરવાના હતાં.આ સાથે તેઓ મહાત્મા મંદિરમાં તેઓ મોઢેરાના સોલાર પ્રોજેક્ટનો પણ અમલ કરાવવાના હતાં.
જેના અનુસંધાને આ કાર્યક્રમની પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી હતી એવામાં પ્રવાસ રદ્દ કર્યાની જાણ થતા એ પણ પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે કે, શું શિક્ષક દિનએ આ કાર્યક્રમ યોજાશે કે નહીં ? શું વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહશે કે કેમ ? જો કે હજુ સુધી આ અંગે શિક્ષણ વિભાગએ કોઈ જ સ્પષ્ટતા કરી નથી.

