તાલિબાનનું અફઘાન નાગરિકોને નવુ ફરમાન, એક સપ્તાહમાં સરકારી સંપત્તિ અને વાહનો જમા કરાવો નહીં તો.

253

અફઘાનિસ્તાનની સત્તા પર કબજો કર્યા બાદ તાલિબાન ધીમે ધીમે તેના ક્રૂર હુકમો બહાર પાડી રહ્યું છે.શનિવારે તાલિબાને અફઘાન નાગરિકોને એક સપ્તાહની અંદર સરકારી સંપત્તિ,વાહનો અને હથિયારો સોંપવાનો આદેશ જારી કર્યો હતો.તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે એક નિવેદન બહાર પાડીને લોકોને સરકારી સંપત્તિ,હથિયારો,દારૂગોળો અને વાહનો સોંપવાનું કહ્યું હતું. એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે અફઘાન નાગરિકો જેઓ સરકારી મિલકત,હથિયારો,દારૂગોળો તાલિબાન લડવૈયાઓને સોંપતા નથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કાબુલમાં જેમની પાસે સાધનો,હથિયારો,દારૂગોળો અને અન્ય સરકારી સામાન છે તેમણે એક સપ્તાહની અંદર ઇસ્લામિક અમીરાતના સંબંધિત વિભાગોને સોંપવા માટે સુચિત કરકવામાં આવે છે.જેઓ આમ નહીં કરે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.આ અગાઉ તાલિબાને ઇમામોને શુક્રવારે ખાસ ઉપદેશ આપવા માટે તાકીદ કરી હતી.આ ઉપદેશમાં સત્તાના આદેશોનું પાલન કરવાની વાત હોવી જોઈએ.એક અહેવાલ અનુસાર, તાલિબાને ઇમામોને ‘સરકારના આદેશોનું પાલન કરવા’ વિશે લોકોને ‘ઉપદેશ’ આપવા માટે ‘વિનંતી’ કરી છે.

તાલિબાન અફઘાન નાગરિકોને દેશ છોડવા દેતું નથી

આપને જણાવી દઈએ કે તબિલાનના કબજા બાદ અફઘાનિસ્તાનમાં ભયનું વાતાવરણ છે.લોકો દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તાલિબાન લોકોને આમ કરવાથી રોકી રહ્યું છે.તાલિબાન લડવૈયાઓ એરપોર્ટ સુધીના તમામ રસ્તાઓ હાજર છે. અફઘાન નાગરિકોને એરપોર્ટ સુધી પહોંચવાની પણ મંજૂરી આપવામાં આવી રહી નથી.તાલિબાને સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ પણ અફઘાન નાગરિકને દેશ છોડવા દેવામાં આવશે નહીં.એરપોર્ટ તરફ જતા રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે.માત્ર વિદેશી નાગરિકોને તે રસ્તા પરથી એરપોર્ટ પર જવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

Share Now