-શરતોને આધીન પોતાની કે પરિજનોની સારવાર માટે વિદેશ જઇ શકે એવી જોગવાઇ
-ઇશ્યુ થયેલા પાસપોર્ટ પણ રદ થશે
એજન્સી, નવી દિલ્હી:
સરકારી કર્મચારીઓને લઇને કેન્દ્ર સરકાર હવે કડક વલણ અપનાવી રહી છે. જે હેઠળ ભ્રષ્ટ કર્મચારીઓના પાસપોર્ટ રદ કરવા કે આ પ્રકારના આરોપોનો સામનો કરી રહેલા કર્મચારીઓને પાસપોર્ટ ઇશ્યુ કરવાનો નિર્ણય લેવાયો છે. તાજેતરમાં વિદેશ મંત્રાલયે પાસપોર્ટ ઇશ્યુ કરવા મુદ્દે વર્તમાન ગાઇડલાઇનની સમીક્ષા કરતા આ નિર્ણય લીધો છે.
કેન્દ્રના તમામ વિભાગોમાં આ અંગેના નિર્દેશ આપવામાં આવ્યા છે જે હેઠળ એવા કોઇ પણ કર્મચારીનો પાસપોર્ટ ઇશ્યુ કરવામાં નહી આવે જે સસ્પેન્ડ કરાયેલ છે અથવા ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહ્યો છે.
નિયમ મુજબ જો કોઇ સરકારી અધિકારી કે કર્મચારી વિરુદ્ધ ભ્રષ્ટાચારના મામલે તપાસ એજન્સી દ્વારા FIR નોંધાવવામાં આવી છે કે કોર્ટ દ્વારા સમન્સ પાઠવામાં આવ્યો છે તો વિજિલેન્સ કે ક્લિયરન્સ મળ્યા પછી પણ તેમનો પાસપોર્ટ ઇશ્યુ થતા અટકાવી શકાશે.
આ બાબતે સેન્ટ્રલ વિજિલેન્સ કમિશનની સાથે કાર્યરત મંત્રાલય અને વિદેશ મંત્રાલય સાથે મળીને કામ કરશે. જોકે સરકારે એવી જોગવાઇ પણ રાખી છે જે હેઠળ આરોપી કર્મચારી કે એધિકારી તપાસ દરમિયાન પોતાનો કે પરિજનની સારવાર માટે કેટલીક શરતોને આધીન વિદેશ જઇ શકે છે.