– ત્રણ અલગ અલગ બનાવમાં રોકડા રૂપિયા અને વાહન સહિત ૧૧.૩૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
ચીખલી : બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી જિલ્લાના ચીખલી પીઆઇ-પી.જી.ચૌધરી,પીએસઆઇ-ડી.આર.પઢેરીયા,એસ.વી.આહીર ઉપરાંત નેહલભાઈ મંગુભાઇ,તાહીરઅલી,વિજયભાઈ સહિતના સ્ટાફે વાંસદા રોડ ઉપર ખૂંધ ગામે આશાબાગની પાછળ વાડીના મકાનના બીજા માળે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેડ કરતા તીન પત્તિનો હારજીતનો જુગાર રમતા અનિલ બાલુ પટેલ (રહે.ખૂંધ-પોકડા),રાજેશ નેમાં પટેલ (તેજલાવ મોટા ફળીયા),હર્ષદ છગન પટેલ (મજીગામ ડેરા ફળીયા),રાજેશ નાનું પટેલ (સિયાદા પ્રધાનપાડા),સ્નેહલ મગન પટેલ (સમરોલી શિવનગર સોસાયટી),રાકેશ મનુભાઈ પટેલ (તલાવચોરા સામરા ફળીયા),મહેશ મનુ કુકણા પટેલ (સમરોલી ધોર ફળીયા) સહિતનાને ઝડપી પાડી દાવ ઉપરના રોકડા રૂ.૨૧,૮૦૦/-,છ નંગ મોબાઇલ ફોન રૂ.૨૫,૫૦૦/-,અંગ ઝડતીમાં રોકડા રૂપિયા ૧,૧૦,૭૧૦/- મળી કુલ રૂ.૧,૫૮,૦૧૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બીજા બનાવમાં વંકાલ ગામના મધ્યા ફળીયામાં દિનેશ પુના પટેલના મકાનમાં આગળના ભાગે આવેલ પતરાના શેડમાં ખુલ્લામાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે છાપો મારી દિનેશ પુના પટેલ,રાજેશ મગન પટેલ,સતીશ લલ્લુ પટેલ (ત્રણેય રહે.વંકાલ મધ્યા ફળીયા),સુમન લલ્લુ પટેલ,નટવર લલ્લુ પટેલ (બન્ને રહે.વંકાલ વાણીયા તળાવ),મીનેશ છીબુ પટેલ (સોમનાથ રેસિડેન્સી નાંદરખા તા.ગણદેવી),વિમલ હસમુખ મહેતા (ચિમોડિયા નાકા બીલીમોરા),કિશોર નગીનદાસ લાડ (કાદમ્બરી એપાર્ટમેન્ટ બીલીમોરા) ને ઝડપી પાડી દાવ પરના રોકડા રૂ.૧૨,૨૫૦/-,મોબાઈલ નંગ:૮ કિં.રૂ.૨૬,૫૦૦/-,અંગ ઝડતીના રૂ.૬૬,૫૦૦/- મળી કુલ્લે રૂ.૧,૦૫,૨૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જ્યારે એલસીબીના પીઆઇ-વી.એસ.પલાસ સહિતના સ્ટાફે નેશનલ હાઇવે પર હોન્ડ ગામ સ્થિત સતનામ ધાબાની પાછળ આવેલ રૂમમાં સતનામ ધાબુ ચલાવતા પ્રકાશસિંગ ગનુસિંગ (રહે.બીલીમોરા) બહારથી ઇસમોને બોલાવી રૂમમાં જુગાર રમવા માટેની સગવડ પુરી પાડી તેઓ સાથે ગંજીપાનાનો તીનપતિનો હારજીતનો જુગાર રમી રમાડતા હોવાની બાતમીના આધારે છાપો મારી પ્રકાશસિંગ ગનુસિંગ લબાના (રહે.રાજહંસ કોમ્પલેક્ષ એલએમપી સ્કૂલની સામે બીલીમોરા),મનસુખ સવા રાજપૂત (સોનલ પાર્ક તિથલ રોડ વલસાડ),ભાવેશ શંકરલાલ દામા (રહે.છીપવાડ ઓધવનગર વલસાડ),નરેન્દ્ર ઉર્ફે નરેશ બચુ ઠક્કર (શાંતિનગર ટાઉનશીપ બીલીમોરા),હુસેન મહંમદ રાઉમા (ચકાચકની ગલી મોગરાવાડી વલસાડ),કમલેશ ઉર્ફે કલ્પેશ ધીરૂભાઇ કોળી પટેલ (ગુરિયા ધકવાડા તા.ગણદેવી) ને ઝડપી પાડી દાવ ઉપરના રોકડા રૂ.૫,૨૦૦/-,અંગ ઝડતીના રોકડા રૂ.૩,૦૨,૨૦૦/- નાળ પેટે ઉધરાવેલ રૂ.૧,૧૦૦/- રૂપિયા મળી કુલ રૂ.૩,૦૮,૫૦૦/- રોકડા તથા મોબાઈલ નંગ-૬ કિં.રૂ.૬૦,૦૦૦/- ઇકો સ્પોર્ટ કાર નં:જીજે-૦૫-જેએમ-૪૮૦૧ કિં.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૮,૬૮,૫૦૦/- રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારાની જોગવાઈ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.