સોશિયલ મીડિયા એપ ટિકટોક પર અનેક લોકોએ પોતાના ટેલેન્ડનો વીડિયો બનાવીને સ્ટાર્સ બન્યા છે.ફરી એકવાર વીડિયોમાં ધૂમ મચાવનારી પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી ફરી એકવાર વિવાદમાં આવી હતી.બહુચરાજી મંદિરના પરિસરમાં પોલીસ ડ્રેસમાં અલ્પિતા ચૌધરીએ એક વીડિયો બનાવ્યો હતો,જેના કારણે તેઓ વિવાદમાં સપડાયા હતા.
આજે અલ્પિતા ચૌધરીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે.પોલીસની આબરુના ધજાગરા ઉડાનાર મહિલા પોલીસ કર્મી અલ્પિતા ચૌધરીને આખરે સસ્પેન્ડ કરાઈ છે.અત્રે નોંધનીય છે કે અગાઉ પણ અલ્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરાઈ હતી.હાલ બહુચરાજી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અધિકારી દ્વારા સસ્પેન્સન ઓર્ડરની બજવણી કરાઈ છે.
બહુચરાજી મંદિરમાં વીડિયો બનાવવાનો મુદ્દો ઉછળ્યા બાદ વિવાદોમાં સપડાયેલી મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીએ અત્યાર સુધીમાં બે વખત નિયમ નેવે મૂક્યા છે.અલ્પિતા ચૌધરીને મહેસાણાના સુપ્રસિદ્ધ બહુચરાજી મંદિરમાં ડ્યૂટી સોંપાઈ હતી,ડ્યૂટી સમયે અલ્પિતાએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.આ મામલે બહુચરાજી સરપંચ દેવાંગ પંડ્યાએ જિલ્લા પોલીસ વડાને એક પત્ર લખ્યો હતો.જેમાં અલ્પિતા ચૌધરીના વીડિયોથી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી હોવાની વાત જણાવવામાં આવી હતી.અલ્પિતાના આ વીડિયોમાં મંદિર પરિસરમાં કરવામાં આવેલી એક્ટિંગ ભક્તો માટે આપતિ જનક હતી.ત્યારબાદ સરપંચ દેવાંગ પંડ્યાએ આ મામલે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.
આ મામલો વિવાદમાં આવ્યા બાદ બહુચરાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની તપાસમાં અલ્પિતા ગેરહાજરી જોવા મળી હતી,તો બીજી તરફ, તે મંદિરમાં વીડિયો બનાવતી હોવાનું સામે આવ્યું હતું.પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા સ્ટેશન ડાયરીમાં ગેરહાજરી બાબતે નોંધ કરાઈ છે.