કોરોના વાયરસના કારણે કેટલાય નાના વેપારીઓ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યા છે.કેટલાય વેપારીના ધંધા રોજગારને અસર પહોચી છે. જેમાં લારી, દુકાન ચલાવનારા લોકો,રસ્તા પર સામાન વેચનારા કેટલાય લોકો સામેલ છે.કેન્દ્ર સરકારે આ વર્ગના વેપારીઓ માટે એક યોજના શરૂ કરી છે.જેના દ્વારા આ વેપારી 10-10 હજાર રૂપિયાની લોન આપવામા આવે છે.ખાસ કરીને આ યોજનાના રૂપિયા લેતા વેપારીઓને વધારે કાગળની જંજટ પણ રહેતી નથી અને પૈસા રિટર્ન કરવામાં પણ ખૂબ સરળતા રહે છે.
તો આવો જાણીએ આ સરકારી સ્કીમ વિશે, કેવી રીતે લાભ મળશે, કેવી રીતે આ સ્કીમમાં જોડાઈ શકો. આ યોજનામાં લાભ લેવા માટે શું શું કરવુ જોઈ તેના વિશે સમગ્ર વિગતો અહીં એક ક્લિકમાં જાણી લઈએ.
કેટલા લોકોએ તેનો લાભ લીધો
માનવામાં આવે છે કે, લારી-દુકાનવાળા લોકો માટે પીએમ સ્વનિધિ યોજના આશિર્વાદ રૂપ સાબિત થઈ રહી છે.આ યોજના અંતર્ગત 50 લાખથી વધારે લારી ગલ્લાવાળા લોકોએ 10,000 સુધીની લોન આપવામાં આવી છે.સરકારી આંકડા જણાવે છે તેમ અત્યાર સુધીમાં 2,698.29 કરોડ રૂપિયાના 27 લાખથી વધારે લોકોને લોન આપી દેવામાં આવી છે,જ્યારે આ યોજના અંતર્ગત 45.15 લાખથી વધારે અરજી આવી છે,જેમાંથી 27 લાખથી વધારે લોકોને લોન મળી ચુકી છે.
કેટલાય છે તેના ફાયદા
જો કે, લાભાર્થી નિયમીત રીતે લોનના હપ્તા ભરે છે, તો તેને દર વર્ષે સાત ટકાના હિસાબે વ્યાજમાં સબ્સિડી પણ આપવામાં આવે છે.જો કોઈ લાભાર્થી લોન ચુકવવા માટે ડીજીટલ રીતે ચુકવણી કરશે, તો તેને વાર્ષિક 1200 રૂપિયાનું કૈશબેક પણ આપવામાં આવશે.સાથે જ યોગ્ય સમયે લોનની ભરપાઈ કરવા બદલ લાભાર્થી જો ફરી વાર લોન લેવા માટે ટ્રાય કરશે, તો તેને પ્રથમ ચાન્સ આપવામાં આવશે.
કેવી રીતે કરશો અરજી
પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોન લેવા માટે ઈચ્છુક સ્ટ્રીટ વેંડર્સ સીધા પીએમ સ્વનિધિ યોજનાની વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે.યોજનાની વેબસાઈ છે https://pmsvanidhi.mohua.gov.in. આ ઉપરાંત સ્ટ્રીટ વેંડર્સ પોતાના નજીકના સીએસસી પર જઈને પણ અરજી કરી શકશે.
દર વર્ષે વ્યાજમાં સાત ટકાનો લાભ
આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયે 1 જૂન 2020ના રોજ પીએમ સ્વિનિધિ યોજનાની શરૂઆત કરી હતી.આ યોજનાનો ઉદ્દેશ્ય દેશભરમાં લગભગ 50 લાખ નાના છૂટક વેપારીને એક વર્ષ માટે કોઈ પણ પ્રકારની ગેરેન્ટી વગર 10 હજાર રૂપિયાની લોન આપવામાં આવે છે. નિયમીત રીતે લોનની ભરપાઈ કરવાથી દર વર્ષે સાત ટકા વ્યાજમાં મદદ મળે છે,ઉપરાંત ડિજીટલ રીતે ચુકવણી કરતા દર મહિને 100 રૂપિયાનું કૈશબેક પણ આપવામાં આવે છે.