વર્ષ 2021 માં 9/11 ના હુમલા બાદ અમેરિકાએ અફઘાનીસ્તાન પર હુમલો કરી તેના દિગ્ગજ તાલિબાન નેતાઓનો ખાત્મો બોલાવ્યો હતો આજ 20 વર્ષ બાદ ફરી તાલિબાનોએ અફઘાનીસ્તાન પર કબ્જો જમાવ્યો છે. 20 વર્ષ પછીય તાલિબાનોની માનસિકતામાં કોઈ ફરક પડયો નથી.અફઘાનિસ્તાનમાં નવી વચગાળાની સરકારની રચનાનું એલાન થઈ ગયુ છે. આ દરમ્યાન તાલિબાન લડાયકોએ પુરા દેશમાં સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળી લીધી છે.અહી તસ્વીરમાં ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે શુક્રવારે કાબુલની મસ્જીદમાં નમાઝ માટે પહોંચેલા તાલિબાની લડાયકો શસ્ત્રોને સાથે રાખવાનું નહોતા ભુલ્યા!


