ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને પગલે તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.એવામાં આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના મંત્રી મંડળ સાથે રાજ્યપાલને મળવા પહોંચતા રાજકીય હલચલ તેજ થઈ ગઈ હતી. જે બાદ મુખ્યમંત્રીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પોતાનું રાજીનામું સોપી દીધુ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના સંગઠન મહાસચિવ બીએલ સંતોષ પણ ઉપસ્થિત છે.થોડીવારમાં CM રૂપાણી પત્રકાર પરિષદ સંબોધશે.તેમની સાથે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ પણ તેમની સાથે છે.
હકીકતમાં ભાજપનો ઈતિહાસ રહ્યો છે, છેલ્લી ઘડી સુધી કોઈને કંઈ ખબર નથી પડવા દેવામાં આવતી.પાર્ટી અચાનક મોટો નિર્ણય લઈને સૌ કોઈને ચોંકાવી દેતી હોય છે.ભૂતકાળમાં કર્ણાટકમાં પણ ભાજપ આવું કરી ચૂક્યું છે.