કોંગ્રેસના મહાસચિવ મુકુલ વાસનિકે 60 વર્ષની વયે રવિવારે લગ્ન કર્યા હતા. વાસનિકના નજીકના વ્યક્તિઓનું કહેવું છે કે, વાસનિક દિલ્હીની ફાઈવ સ્ટાર હોટેલમાં રવિના ખુરાના સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર, પૂર્વ કેન્દ્રિય મંત્રી વાસનિક અને રવિના જૂના મિત્ર છે અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, રવિના એક ખાનગી કંપનીમાં મોટા પદ કર કાર્યરત છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત, કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલ, અંબિકા સોની, બી. કે. હરિપ્રસાદ અને આનંદ શર્માએ નવદંપતિને શુભેચ્છા પાઠવી હતી. અશોક ગહલોતે ટ્વીટ વડે વાસનિકને નવી જિંદગીની શુભેચ્છા પાઠવી હતી અને ફોટો પણ શેર કર્યા હતા. ગહલોતના ટ્વીટ દ્વારા વાસનિકના લગ્નની ખબર સાર્વજનિક થઈ હતી. મુકુલ વાસનિક મહારાષ્ટ્રના કોંગ્રેસના સીનિયર નેતાઓમાંથી એક છે. તેઓ કોંગ્રેસના મોટા નેતા અને ત્રણ વારના સાંસદ બાલકૃષ્ણના પુત્ર છે. બાલકૃષ્ણ વાસનિક કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, તેઓ મહારાષ્ટ્રના બુલઢાનાથી માત્ર 28 વર્ષની વયે લોકસભામાં ચૂંટાયા હતા.
મુકુલ વાસનિકે ઘણાં મહત્ત્વપૂર્ણ પદો પર સેવાઓ આપી છે અને તે કોંગ્રસનો જાણીતો ચહેરો છે. તેમણે ખુબ જ નાની વયે રાજનીતિમાં પગ મુક્યા હતા અને આજે તેઓ એક પ્રસિદ્વ નેતાની રીતે જણીતા બન્યા છે. મુકુલ વાસનિક લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. તેઓ ત્રણ વાર સાંસદ રહી ચુક્યા છે. પહેલીવાર વર્ષ 1984-1989માં લોકસભાના સાંસદ બન્યા હતા. ત્યારબાદ તેમણે 10મી અને 12મી લોકસભામાં ચૂંટણી લડી હતી અને જીતીને ફરી સાંસદ બન્યા.