અમદાવાદ : આજે ભુપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે,ત્યારે આ શપથ સમારંભમાં હાજરી આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવી પહોંચ્યા છે.તેમનું નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું. આ સાથે અમદાવાદના ભાજપના ધારાસભ્યો પણ તેમને આવકારવા ઉપસ્થિત રહ્યા હતા.તેમને અમદાવાદ એરપોર્ટ પર આવકારવા બીજેપી કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળ્યો હતો.તેમને એરપોર્ટ પર આવકારવા શહેર પ્રમુખ અમિત શાહ,મેયર કિરીટ પરમાર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન,દંડક સહીત બીજેપી પ્રદેશ મહામંત્રી હાજર રહ્યા હતા.જોકે, અમિત શાહને આવકારવા નીતિન પટેલ આવ્યા નહોતા.તેમણે આજે તેઓ અમિત શાહને આવકારવા અમદાવાદ એરપોર્ટ જવાના છે,તેવી પત્રકારો સાથેની વાતચીતમાં જાહેરાત કરી હતી.