કોરોનાથી ફફડતુ અમેરિકાઃ રાષ્ટ્રીય કટોકટી જાહેર

293

કોરોનાએ ખતરનાક સ્વરૂપ ધારણ કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાતઃ ૫૦ અબજ ડોલરના ફંડની પણ જાહેરાતઃ કોરોના વાયરસે અમેરિકામાં અત્યાર સુધીમાં ૪૦ વ્યકિતઓનો ભોગ લીધો છે

વોશિંગ્ટન,તા.૧૪:અમેરિકા અને દુનિયામાં કોરોના વાયરસના વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને પ્રમુખ ટ્રમ્પે ભારતીય સમય પ્રમાણે શુક્રવારે મોડી રાત્રે એક વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.આ દરમિયાન તેમણે આખા અમેરિકામાં કોરોના ના સંક્રમણને લઈને કટોકટી જાહેર કરી દીધી હતી.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કનિદૈ લાકિઅ કોન્ફરન્સ અકિલા દરમિયાન જણાવ્યું કે સંક્રમણથી લોકોને બચાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવી રહ્યા છે. એવો અંદાજ છે કે અમેરિકાની અડધી વસ્તી આ ખતરનાક વાયરસના જડબામાં આવી શકે છે.રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે દેશમાં કોરોના વાયરસ સામે લડવા માટે ૫૦ અબજ ડાઙ્ખલરના ફંડની જાહેરાત કરી છે.સાથે જ તેમણે અમેરિકાના તમામ રાજયમાં કોરોનાના ખતરા સામે લડવા માટે ઇમરજન્સી સેન્ટરો શરૂ કરવાની સૂચના આપી છે.નોંધનીય છે કે ન્યૂયાઙ્ખર્ક ટાઇમ્સના જમાવ્યા પ્રમાણે અત્યાર સુધી અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમણના બે હજારથી વધારે કેસ સામે આવી ચુકયા છે.સાથે જ ૪૦થી વધારે લોકોનાં મોત થઈ ચુકયા છે. આ પહેલા કોરોના વાયરસના ખતરાને જોતા અમેરિકાએ યૂરોપીથી અમેરિકાના પ્રવાસ પણ સંપૂર્ણ રીતે ૩૦ દિવસ સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો.અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, ‘આગામી થોડા સમય સુધી આપણે તમામ બદલાવ કરવો પડશે અને બલિદાન આપવું પડશે. તમારા થોડા બલિદાનનો ફાયદો લાંબા સમય સુધી થશે. આગામી આઠ અઠવાડિયા ખૂબ અગત્યના છે.’ ચીનમાં આશરે ત્રણ મહિના પહેલા દસ્તક દેનારા કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોના વાયરસને કારણે વિશ્વમાં પાંચ હજારથી વધારે લોકો મોતને ભેટી ચુકયા છે.વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણનો શિકાર બનેલા લોકોની સંખ્યા ૧,૩૪,૩૦૦થી વધારે છે.ભારતમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી બે લોકોનાં મોત થઈ ચુકયા છે.સાથે જ ભારતમાં કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા લોકોની સંખ્યા ૮૨ પર પહોંચી છે.આ બીમારીને કારણે ચીનમાં અત્યાર સુધી ૩૧૭૬ જયારે ઇટાલીમાં ૧૦૧૬ લોકોનાં મોત થઈ ચુકયા છે.ઇરાનમાં આ બીમારીને કારણે ૫૧૪ લોકોનાં મોત થયા છે.ડિસેમ્બરમાં કોવિડ ૧૯ના ચેપનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ હાલમાં તે ૧૨૧ દેશમાં ફેલાઇ ચુકયો છે. ૧,૩૪,૩૦૦થી વધારે લોકોને તેનો ચેપ લાગી ચુકયો છે.

Share Now