– પક્ષપલટુ મંત્રી જવાહર ચાવડા,કુંવરજી બાવળિયાને વિદાય પણ પક્ષપલટુ મંત્રીમંડળમાં કાયમ રહ્યા
અમદાવાદ : નવા મંત્રી મંડળમાં પક્ષપલટુઓની ય જાણે લોટરી લાગી હતી. ભાજરના સંનિષ્ઠ ધારાસભ્યો કે બે-ત્રણ ટર્મથી સતત ચુંટાઇ રહ્યાં છે તેમને કોરાણે રખાયા હતાં.જોકે, ત્રણ પક્ષપલટુ ધારાસભ્યોને મંત્રીપદ અપાયુ હતું જેથી ભાજપના ધારાસભ્યોમાં આંતરિક ગણગણાટ શરૂ થયો છે.
રૂપાણી સરકારમાં કોંગ્રેસની વંડી ઠેકીને આવેલાં જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયાને રાતોરાત મંત્રી બનાવી દેવાયા હતાં. તે વખતે ય ભાજપમાં આંતરિક ઘુઘવાટ થયો હતો.આ વખતે નવા મંત્રીમંડળની રચનામાં આ બંને પક્ષપલટુ મંત્રીઓની બાદબાકી કરાઇ હતી જયારે વિધાનસભાની પેટાચૂંટણી વખતે કોંગ્રેસ છોડીને આવેલાં ધારાસભ્ય રાઘવજી પટેલ, બ્રિજેશ મેરજા અને જીતુ ચૌધરીને મંત્રીપદ અપાયુ હતુ
ચર્ચા એવી છેકે, પેટાચૂંટણી વખતે કોંગ્રેસ છોડતી વખતે પાટીલ સાથે થયેલા રાજકીય સોદો થયો હતો તે વખતે મંત્રીપદ આપવા વચન અપાયુ હતું.ભાજપ હાઇકમાન્ડે પક્ષપલટુઓને મંત્રીપદ આપીને વચન પાળી દેખાડયુ હતું.ટૂંકમાં, રૂપાણી સરકારમાંથી બે પક્ષપલટુ મંત્રીઓની વિદાય થઇ છે ત્યારે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં ત્રણ પક્ષપલટુ મંત્રીઓની એન્ટ્રી થઇ છે.આમ, પક્ષપલટુઓની મંત્રીમંડળમાં પોતાનુ સૃથાન જાળવી રાખવામાં સફળ રહ્યાં છે.