હાલમાં મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ખૂબ જ તણાવપૂર્ણ સંબંધો ચાલી રહ્યા છે.ત્યારે દિલ્હીમાં 26 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે.જેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યુ છે.
ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા બોલાવી બેઠક
ગૃહમંત્રી અમિત શાહે દેશમાં નક્સલવાદી ક્રિયાઓ, નક્સલ પ્રભાવિત ભાગોનો વિકાસ,શહેરી નક્સલવાદ જેવા મુદ્દાઓ પર બેઠક બોલાવી છે.આ બેઠકમાં નક્સલ પ્રભાવિત રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહેશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ આ બેઠકમાં ભાગ લેશે.ત્યારે હવે લોકોની નજર આ બેઠક પર મંડરાયેલી છે.ત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે કે,શું અમિત શાહ સાથે વન ટુ વન બેઠક કરવામાં આવશે ? શું ભાજપ અને શિવસેના વચ્ચેનું અંતર કાપવાનો કોઈ રસ્તો આ બેઠકમાં કાઢવામાં આવશે ? આ જ કારણ છે કે ઉદ્ધવ ઠાકરેની આ મુલાકાતને લઈને રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યુ છે.
નક્સલવાદનો સામનો કરવા માટે સરકાર કટિબધ્ધ
આ યોગ્ય છે કે જ્યારે રાજ્યોમાં નક્સલવાદનો સામનો કરવા માટે કેન્દ્રની રાષ્ટ્રીય યોજનાઓ અને સંકલ્પને ચોક્કસ આકાર આપવામાં આવે.આ મુદ્દે 26 સપ્ટેમ્બરના રોજ યોજાનાર બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015 માં કેન્દ્રએ ઠરાવ નક્કી કર્યો હતો.ત્યારે આ બેઠકમાં આ ઠરાવને આગળ ધપાવવા,સુરક્ષા સંબંધિત મુદ્દાઓ,વિકાસના કામોમાં ઝડપ લાવવી અને સ્થાનિક રહેવાસીઓના અધિકારોનું રક્ષણ કરવું વગેરે મુદ્દા મહત્વપૂર્ણ રહેશે.
ઉદ્ધવ ઠાકરેએ બોલાવેલી બેઠકમા મુખ્ય સચિવ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
આ બેઠક માટે દિલ્હી જતા પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ,મુખ્ય સચિવ સીતારામ કુંટે અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.રાજ્ય સરકારના નક્સલવાદી કૃત્યોને રોકવાના પ્રયાસો,નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શરૂ થયેલા વિકાસ કાર્યોની સમીક્ષા,ભંડોળનો ખર્ચ ન થવાને કારણે ભંડોળની વ્યવસ્થા વગેરે મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ઠાકરેએ ફરી એકવાર આ મુદ્દા પર ચર્ચા કરવા માટે ગુરુવારે બેઠક બોલાવી છે.આ બેઠકમાં દિલ્હીની બેઠકમાં જે મુદ્દાઓ રાખવાના છે તે નક્કી કરવામાં આવશે, એવું કહેવામાં આવી રહ્યું છે.