મુંબઈ સેન્ટ્રલનું નામ બદલીને શંકર શેઠ ટર્મિસન કરાશે

329

મુંબઈઃ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનું નામ બદલીને નાના શંકર શેઠ ટર્મિનસના પ્રસ્તાવને લીલી ઝંડી મળી ગઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભાએ સર્વસંમતિથી સ્ટેશનનું નામ બદલવાના પ્રસ્તાવને પાસ કરી દીધો છે. મહારાષ્ટ્રમાં સત્તારુઢ શિવસેના લાંબા સમયથી મુંબઈ સેન્ટ્રલનું નામ બદલીને શંકર શેઠના નામ પર કરવાની માંગ કરી રહી હતી. શુક્રવારના રોજ પ્રસ્તાવ વિધાનસભામાં પાસ થયું છે. જગન્નાથ શંકર શેઠ એક ઉદ્યોગપતિ અને શિક્ષણવિદ હતા. તેઓ ભારતની પ્રથમ રેલવે કંપનીના પહેલા ડિરેક્ટર્સ પૈકી એક હતા.

શિવસેના લાંબા સમયથી મુંબઈ સહિત અન્ય લોકલ રેલવે સ્ટેશનના નામોને બદલવાની માંગ કરી રહી હતી. તેમનો તર્ક છે કે આ નામ બ્રિટિશ કાળના છે અને આને સ્થાનિક નામ બદલવાની જરુર છે. આને લઈને વર્ષ 2017 માં શિવસેનાના પ્રતિનિધિમંડળે તત્કાલીન ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત પણ કરી હતી.

Share Now