ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા ડો. નીમાબેન આચાર્ય

245

ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં ડો. નીમાબેન આચાર્ય પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે.તેમની સર્વાનુમતે સોમવારે વિધાનસભાના પસંદગી કરવામાં આવી હતી. ડો. નીમાબેન આચાર્યએ વિધાનસભા અધ્યક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું.તેમજ પરંપરા મુજબ વિપક્ષે ફોર્મ ના ફરીને તેમની વરણી નિશ્ચિત કરી દીધી હતી.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે ડો. નીમાબેન આચાર્યની પસંદગી અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુશી વ્યક્ત કરી હતી.તેમણે કહ્યું કે 1960 માં વિધાનસભાની સ્થાપના થઇ બાદ પ્રથમ વાર વિધાનસભાના મહિલા અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની વરણી થઈ છે.ગુજરાત વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં જ સીએમ ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષ તરીકે ડો. નીમાબેન આચાર્યના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને વિપક્ષે પણ સમર્થન આપ્યું હતું.

Share Now