ગુજરાત સરકારની સાત કંપનીઓએ નાદારી જાહેર કરી હોવાની માહિતી સામે આવી છે.ગુજરાત સરકારના જાહેર સાહસો તેમના હિસાબ ઓડીટ સમયસર આપી શકતા નહીં હોવાની વિગતો સામે આવી છે.જેમાં રાજ્ય સરકારની 5 કંપનીઓ બિન કાર્યરત અને 41 બોર્ડ કોર્પોરેશનનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકાર હસ્તકની જે સાત કંપનીઓએ નાદારી જાહેર કરી છે, તેમાં ગુજરાત સ્ટેટ ટેક્સટાઈલ કોર્પોરેશન લી., ગુજરાત ટેક્સફેબ લી., ગુજરાત ફિનટેક્સ લી., ગુજરાત સીલટેક્સ લી., ગુજરાત લેધર ઈંડસ્ટ્રીઝ લી, ગુજરાત કોમ્યુનિકેશન એન્ડ ઈલેક્ટ્રોનિકસ કોર્પોરેશન લી અને ગુજરાત સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી. આમ રાજ્ય સરકારની આ કંપનીઓએ નાદારી જાહેર કર્યુ હોવાની કબુલાત કરી છે.
જ્યારે ગુજરાત સરકારની પાંચ કંપનીઓ બિન કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ગુજરાત સ્ટેટ મશીન ટુલ્સ લી., ગુજરાત ટ્રાન્સ રીસીવર્સ લી., ઈંફ્રાસ્ટ્રકચર ફાઈનાન્સ કંપની લી., નૈની કોલ કંપની લી., ગુજરાત સ્ટેટ કન્સ્ટ્રક્શન કંપની લી.નો સમાવેશ થાય છે.આ કંપનીઓનો વહીવટ બંધ કરી દેવામાં આવ્યો છે,જ્યારે સરકાર હસ્તકના 41 બોર્ડ કોર્પોરેશન પોતાનુ ઓડિટ જ સમયસર ન કરાવતા હોવાનુ સામે આવ્યું છે.


