કોંગ્રેસ પક્ષ હાલ સતત નિશાન પર રહ્યો છે, જેનું કારણ છે, જેએનયુના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર.તમને જણાવી દઈએ કે કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આજે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે.જોકે આ બે નેતાઓની કોંગ્રેસમાં એન્ટ્રી થાય તે પહેલા પાર્ટીની અંદર સવાલો ઉઠવા શરૂ થઈ ગયા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનિષ તિવારીએ કન્હૈયા કુમારની એન્ટ્રી પર સવાલ ઉઠાવતા કહ્યુ છે કે, કેટલાક કોમ્યુનિસ્ટ નેતાઓ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે.આવામાં 1973માં પ્રકાશિત કોમ્યુનિસ્ટ ઈન કોંગ્રેસ બૂક વાંચવાની જરૂર છે.વસ્તુઓ જેટલી બદલાય છે એટલી જ સરખી લાગવા માંડે છે.
ઉલ્લેખનીય છે કે, કન્હૈયા કુમારના સ્વાગત માટે કોંગ્રેસ કાર્યાલય પર મોટા પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે ત્યારે ભાજપે પણ સવાલ ઉઠાવતા કહ્યુ હતુ કે, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં જઈને કરેલી સર્જિકલ સ્ટ્રાઈકની આજે એેનવર્સિરી છે અને એ જ દિવસે ભારત તેરે ટુકડે હોંગે…કહેનારા કન્હૈયા કુમાર તેમજ જિગ્નેશ મેવાણીને કોંગ્રેસ પોતાની પાર્ટીમાં સામેલ કરી રહી છે.આ કોઈ યોગાનુયોગ નથી પણ ભારતના ટુકડા કરવા માંગનારાઓ સાથે હાથ મિલાવવાની કોંગ્રેસની આદત છે.


