ગાંધીનગર : વિધાનસભાના બે દિવસના સત્રમાં આજે બીજા દિવસે પણ કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપ સરકાર સામે હોબાળો કરીને સૂત્રોચ્ચાર કર્યાં હતા.કોંગ્રેસે ગૃહમાં જ રામધૂન બોલાવીને ભાજપ સરકાર સામે અનેક મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો.જેથી ગૃહની કાર્યવાહી થોડો સમય માટે સ્થગિત કરવી પડી હતી,મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બહાર જઇ રહ્યાં હતા ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ભાગ્યા રે ભાગ્યા મુખ્યમંત્રી ભાગ્યાના નારા લગાવ્યાં હતા.
કોંગ્રેસે ગૃહમાં રઘુપતી રાઘવ રાજા રામ,ભાજપ કો સદબુદ્ધિ દે ભગવાન….ની ધૂન બોલાવી હતી.કેટલાક ધારાસભ્યો સ્પિકરની વેલ સુધી ધસી ગયા હતા,જેથી ગૃહની કાર્યવાહીમાંથી આજના દિવસ માટે કોંગ્રેસના 10 ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા છે. કોંગ્રેસે કોરોનામાં મૃત્યું પામેલા લોકોના આંકડા મામલે સરકારને સવાલ કરીને આરોપ લગાવ્યાં છે કે સરકાર કોરોનામાં મોતના આંકડા છુપાવી રહી છે.સાથે જ કોરોનામાં મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાયની માંગ કરી છે,તાઉતે વાવાઝોડા બાદ ખેડૂતોને અપૂરતું વળતર સહિતના મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર પાસે અનેક માંગો મુકી છે.


