પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધએ, પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામુ આપી દિધુ છે.પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહ આજે દિલ્લીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળવાના હોવાના સમાચાર વહેતા થયા હતા.જેના પગલે, પંજાબના રાજકારણમાં હજુ પણ ઉથલપાથલ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી.
પંજાબમાં મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીની નવી રાજ્ય સરકાર અસ્તિત્વમાં આવી ગઈ હોવા છતા, પંજાબના રાજકારણમાં ગરમાવો યથાવત છે.પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે.જો કે કેપ્ટને છેલ્લે સ્પષ્ટતા કરી છે કે, તેઓ અંગત કામ અર્થે દિલ્લી આવ્યા છે.આ દરમિયાન પંજાબ કોંગ્રેસમાં વધુ ભંગાણ પાડતા અટકાવવા માટે,પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુએ, કોંગ્રેસ હાઈકમાન્ડને તેમનુ રાજીનામુ સોપી દીધુ છે.


