ચીન અને ઇરાનમાં કોરોના છઠ્ઠા સ્ટેજ પર પહોંચ્યો : ભારતે 30 દિવસમાં યોગ્ય પગલાં ન ભર્યા તો એ સ્ટેજ 3 માં પહોંચી જશે: રોકવો મુશ્કેલ થશે
નવી દિલ્હી : કોરોના વાયરસ હજપ ભારતમાં હજુ 89 કેસ છે.જે સ્તર પર ભારતમાં કોરોના વાયરસ ફેલાયો છે એ સેક્ન્ડ સ્ટેજમાં છે.ભારતે 30 દિવસમાં યોગ્ય પગલાં ન ભર્યા તો એ સ્ટેજ 3 માં પહોંચી જશે.જેને રોકવો મુશ્કેલ બની જશે.આ ખુલાસો દેશના એક તબીબે કર્યો છે.સરકારે અત્યારે જ પગલાં ભરવાની જરૂર છે.બીજા સ્ટેજના કોરોના એટલે આ વાયરસ એ જ લોકોમાં મળ્યો છે જેઓ કોરાના સંક્રમિત દેશોમાં ફરીને આવ્યા છે.એટલે કે એ લોકો પૂરતો જ સીમિત છે. સ્થાનિક સ્તર પર આ બિમારી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં હજુ ફેલાઈ નથી.ત્રીજા સ્ટેજમાં આ બિમારી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાવાની શરૂ થશે.ભારત સરકાર પાસે ત્રીજા સ્ટેજ પર પહોંચવા માટે રોકવા માટે 30 દિવસનો સમય છે.ભારતમાં કોરોના વાયરસથી વધુ એક મોત નિપજ્યું છે.આ સાથે ભારતમાં કોરોનાના કારણે બે લોકોના મોત થયા છે.દિલ્હીમાં કોરોના વાયરસથી પીડિત મહિલાનું મોત નિપજ્યું છે.કોરોના વાયરસથી રાજધાની દિલ્હીમાં મોતનો આ પહેલો મામલો છે.કોરોના વાયરસના લક્ષ્ણ મળ્યાં બાદ 69 વર્ષના મહિલાને દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.મહિલા ડાયાબિટીઝ અને હાઈપરટેન્શનથી પણ પીડિત હતા.મૃતક મહિલાનો પુત્રના સંપર્કના કારણે મહિલા કોરોનાથી સંક્રમિત થયા હતા.મૃતક મહિલાનો પુત્ર હાલમાં જ જાપાન, જીનીવા અને ઈટાલી થઈને દિલ્હી પરત ફર્યો હતો.આ પહેલાં કોરોના વાયરસથી કર્ણાટકમાં પણ એક વૃદ્ધનું મોત નિપજ્યું હતું.આ સાથે જ ભારતમાં કોરોના વાયરસે અત્યાર સુધીમાં બે લોકોના ભોગ લીધા છે પહેલા સ્ટેજમાં વાઈરસ સંક્રમિત જગ્યાઓ પરથી ટ્રાન્સમિટ થાય છે.બીજા સ્ટેજમાં સ્થાનિક લોકોમાં તે ફેલાવાની શરૂઆત થાય છે અને નવા કેસ સામે આવે છે.ત્રીજા સ્ટેજમાં તે મોટા પાયે ગ્રૂપમાં ફેલાવાનું શરૂ થાય છે.ચોથા સ્ટેજમાં બીમારી મહામારીનું સ્વરૂપ લે છે.આ મહામારી ક્યાં અને ક્યારે ખતમ થશે ખબર નથી