બારડોલી : રાજયના કલ્પસર અને મત્સ્યોદ્યોગ નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી જીતુભાઈ ચૌધરી આજે સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદી ઉકાઈ ડેમની મુલાકાત લઇ તાપી મૈયાની પૂજા-અર્ચના કરી હતી.મંત્રીએ ઉકાઈ ડેમ ખાતે ઉકાઈ જળાશયમાં શ્રીફળ અર્પણ,આરતી કરી નીરના વધામણા કર્યા હતા.
મંત્રીએ વિપુલ જળ રાશિનું પૂજન અર્ચન કરતા ધન્યતા અનુભવી હતી.પૂજા-અર્ચના કરી મંત્રીએ ઉકાઈ જળાશયની મુલાકાત લઈ સંગ્રહિત પાણીની સપાટી,છોડવામાં આવી રહેલ પાણીનો જથ્થો સહિત ડેમની ટેક્નીકલ જાણકારી મેળવી હતી.તેમણે ડેમનો કેચમેન્ટ એરિયા,પાણી છોડવાના ગેટ,ડાઉનસ્ટ્રીમ,લઘુત્તમ-મહત્તમ પાણીનું લેવલ જાળવણી,વિજ ઉત્પાદન પ્રક્રિયા સહિત વિવિધ ટેકનીકલ પાસાઓની સબંધિત અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી.મંત્રીની આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા,ડેમના અધિક્ષક ઈજનેર એસ.આર.મહાકાલ,કા.પા.ઈ. જે.એમ.પટેલ,દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર ડો. જયરામભાઈ ગામીત અને સામાજિક આગેવાનો,પ્રતિનિધિઓ,સિંચાઈ વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ત્યાર બાદ મંત્રીએ ઉકાઈ ખાતેથી શરૂ થયેલ જન આશીર્વાદ યાત્રામાં જોડાયા હતા.