હિન્દુ રાષ્ટ્ર બનાવાનું સપનું પુરૂ નહીં થાય, જળસમાધી લેવાની જાહેરાત કરનારા મહંતને તંત્રએ ઘરમાં કેદ કરી દીધા

421

અયોધ્યામાં તપસ્વી છાવણીના ઉત્તરાધિકારી મહંત પરમહંસે જલસમાધી લેવાની વાત શું કહી, આખું તંત્ર અને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.જેને ધ્યાનમાં રાખીને યોગી સરકાર આશ્રમની બહાર સુરક્ષા જવાનોનો ખડકલો ઊભો કરી દીધો છે. જિલ્લા તંત્ર અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓના આદેશ બાદ પરમહંસને હાઉસ અરેસ્ટ કરી દેવામાં આવ્યા છે.ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાની જીદે ચડેલા પરમહંસ બે ઓક્ટોબર એટલે કે આજે જળ સમાધી લેવાના હતા.મીડિયામાં રહેવાના ડીંડક શોધતા પરમહંસ મહારાજ પહેલા પણ આવી જાહેરાતો કરી ચુક્યા છે.

અયોધ્યા પરિસરમાં ઈંડા,માંસ અને દારૂનું વેચાણ બંધ કરવાની સહિત કેટલીય માગાને લઈને ઉપવાસ પર ઉતરેલા તપસ્વી છાવણીના મહંત પરમહંસને તંત્ર દ્વારા તેમના ઘરમાં નજરકેદ કરવામં આવ્યા છે.નજરકેદ કર્યા બાદ મહંતે પોતાના ઘરમાં જ ઉપવાસ શરૂ કરી દીધા હતા.

અન્ય માગ એવી પણ છે કે, ગૌવંશની રક્ષા માટે ગૌરક્ષા મંત્રાલય બનાવામાં આવે.અયોધ્યામાં ઐતિહાસિક કુંડની જમીનો પર જે ગેરકાયદેસર દબાણ છે તે હટાવામાં આવે.આ માગોને લઈને તે શનિવારે ફરી વાર મહોબરા બજારમાં ઉપવાસ કરવા જવાના હતા, કે પોલીસે તેમને રોકીને ઘરમાં નજરકેદ કરી લીધા હતા.

Share Now