– ગુજરાતના મંત્રી મુકેશ પટેલની જન આશીર્વાદ યાત્રામાં ઓલપાડના કુવાદગામમાં હાય હાયના સૂત્રોચ્ચાર સાથે સ્વાગત થયું હતું.ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના.
સુરત : રાજકારણમાં આ વખતે દક્ષિણ ગુજરાતને વધુ પ્રાધાન્ય મળ્યું છે,ત્યારે સુરત માંથી ચાર ચાર મંત્રીને સ્થાન આપવામાં આવ્યું છે સુરતના ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલને રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ પહેલી વખત પોતાના વિસ્તારમાં આવતાની સાથે તેમના વિસ્તારમાં ભાટે વિરોધ નોંધાયો હતો જેથી રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.
ગુજરાતના મંત્રી મુકેશ પટેલની જન આશીર્વાદ યાત્રામાં ઓલપાડના કુવાદગામમાં હાય હાયના સૂત્રોચ્ચાર સાથે સ્વાગત થયું હતું.આ વિરોધમાં યુવાન,મહિલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા.જેમાં વિરોધમાં ગણેશ વિસર્જનના દિવસે મૂર્તિનું વિસર્જન નહીં કરવા દેતા ગ્રામજનોએ મંત્રીને રજૂઆત કરી હતી.આ બાબતને લઈ વિરોધ નોંધાયો હતો.વિરોધ થતા પોલીસને પરસેવો પડી ગયો હતો, કારણ કે ગામ માંથી યાત્રા પ્રવેશ કરતા હતા ત્યાં ગામ લોકોએ કોનવેને ઘેરી લેતા મંત્રી અટવાયા હતા.
સુરતના ઓલપાડ ના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલની જન આશીર્વાદ યાત્રા દરમ્યાન કુવાદ ગ્રામજનોને ભારે વિરોધ કર્યો.એટલું જ નહીં સાથે મુકેશ પટેલ હાય હાય ના સૂત્રોચ્ચાર પણ બોલાવતા સુરત જિલ્લા પોલીસ કાર્યવાહી કરી હતી.પોલીસ માટે થોડી સમય માટે પરસેવો પડ્યો હતો. આ વિરોધ પ્રદશનમાં મહિલા પણ જોડાઈ હતી.મોટી સંખ્યામાં યુવાનો,મહિલા અને કુવાદ ગ્રામજનો મુકેશ પટેલની યાત્રા જ્યાં હતી,ત્યાં જ ભેગા થઈ ગયા હતા અને મુકેશ પટેલ હાય હાયના સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરતા પોલીસ સાથે પણ ચકમક થઈ હતી.
શું છે સમગ્ર મામલો?
ગુજરાતના નવા મુખ્યમંત્રી મંડળમાં સ્થાન મેળવીને રાજ્યકક્ષાના મત્રી બનનાર ઓલપાડ ધારાસભ્ય પહેલીવાર પોતાના વિસ્તાર ઓલપાડ આવ્યા.તેમની જન આશીર્વાદ યાત્રા સવારથી શરૂ થઈ હતી.અલગ અલગ ગામોમાં યાત્રા ફરી રહી હતી ત્યાં ઓલપાડના પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે યાત્રા પહોંચી હતી.આ મંદિર કુવાદ ગામમાં આવ્યું છે અને ગણેશ વિસર્જનના દિવસે આ મંદિરના રામકુંડમાં સ્થાનિક ગ્રામજનોને મૂર્તિનું વિસર્જન નહીં કરવા દેતા મુકેશ પટેલને રજૂઆત કરી હતી.પરંતુ તેમને પણ આ મંદિર ટેમ્પલ કમિટીમાં આવ્યું હોવાથી પોતે કંઈ નહિ કરી શકે તેમ જણાવ્યું હોવાથી ગ્રામજનોમાં ભારે વિરોધ હતો.સાથે જ રામકુંડમાં ધાર્મિક વિધિ પણ નહિ કરવા દેતા ગ્રામજનોએ રજૂઆત કરી હતી.તેમને એવી આશા હતી કે મંત્રી આમારું કામ કરી આપશે પરંતુ કામ નહિ થતાં આજે વિરોધ જન આશીર્વાદ યાત્રામાં જોવા મળ્યો હતો.


