– લોકો પાસે નવરાત્રીમાં વેક્સિનેશનની ઉઘરાણી કરનાર મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર ભાજપની જન આશીર્વાદ યાત્રામાં નિયમોના પાલન માટે આંખે પાટા કેમ બાંધી લે છે તે સવાલ લોકો પૂછી રહ્યા છે.ભાજપની જન આશીર્વાદ યાત્રા શરૂ થઇ છે.તેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડી રહ્યા છે.
સુરત : સુરત સહીત સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્ર્મણ ફક્ત ધાર્મિક તહેવારોની ઉજવણીમાં જ થતી હોય છે.જયારે રાજકીય મેળાવડામાં કોઈ કોરોના ફેલાતો જ ન હોય તેવા બેવડા ધારા ધોરણો અને નીતિ નિયમો સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે.સરકારની આવી નીતિ સામે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં જ ભાજપના નેતાઓની જન આશીર્વાદ યાત્રા નીકળી રહી છે.તેમાં કોરોનાના નિયમોનો છડેચોક ભંગ કરવા સાથે વેક્સિનેશનના કોઈ નિયમો પણ લાગુ પાડવામાં આવ્યા નથી.ત્યારે બીજી તરફ નવરાત્રીમાં માતાજીની ભક્તિ કરી ગરબા રમવા હોય તો વેક્સિનેશન ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.સરકાર અને વહીવટી તંત્રની આવી નીતિના કારણે લોકોમાં પણ ભારે આક્રોશ ફેલાઈ રહ્યો છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન ન થયું હોય તો નવરાત્રીમાં એન્ટ્રી નહીં થાય તેવો નિયમ પણ બહાર પાડવામાં આવ્યો છે.જેના કારણે વિવાદ પણ ઉભો થયો છે.તંત્ર એ સ્પષ્ટ કર્યું છે કે નવરાત્રીમાં લોકો ભેગા થતા હોય સંક્ર્મણ ફેલાવવાની શક્યતા વધારે છે.કોરોના સંક્ર્મણ વધુ ન ફેલાય અને લોકોને ગંભીર અસર ન થાય તે માટે સરકાર અને તંત્રના આ નિયમ ઘણા સારા કહી શક્ય છે.પરંતુ સરકારના આ નિયમો માત્ર ધાર્મિક કાર્યક્રમ કે સામાજિક રીતે લોકો ભેગા થતા હોય ત્યારે જ લાગુ પડે છે.લોકો પાસે નવરાત્રીમાં વેક્સિનેશનની ઉઘરાણી કરનાર મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર ભાજપની જન આશીર્વાદ યાત્રામાં નિયમોના પાલન માટે આંખે પાટા કેમ બાંધી લે છે તે સવાલ લોકો પૂછી રહ્યા છે.ભાજપની જન આશીર્વાદ યાત્રા શરૂ થઇ છે.તેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ ના ધજાગરા ઉડી રહ્યા છે.
જન આશીર્વાદ યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ હોય છે.અને પોલીસની હાજરીમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે.છતાં સામાન્ય લોકો જો કોવિડ ના નિયમોનો ભંગ કરે તો તેમની સામે પોલીસ ફરિયાદ થાય છે.પણ આજ સુધી કોઈપણ પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ નિયમોનો ભંગ કરતા હોય અને તેમની સામે કાર્યવાહી થઇ હોય તેવા એક પણ કિસ્સા સામે આવ્યા નથી.
કોરોનાના નિયમોનું પાલન માત્ર સામાન્ય લોકો પાસે જ કરાવવામાં આવતું હોય લોકોમાં ભારે આક્રોશ છે.આ આક્રોશ લોકો અને તંત્ર વચ્ચે ઘર્ષણનું કારણ બની શકે છે.માતાજીની ભક્તિમાં જો વેક્સીન ફરજીયાત હોય તો રાજકીય પક્ષોના સંમેલન, મેળાવડા કે યાત્રામાં તંત્રે વેક્સિનેશન કેમ ફરજીયાત નથી કર્યું તેવો સવાલ લોકો કરી રહ્યા છે.


