– રૂપાણી સરકારે વિદાય લેતા કેન્ટિનવાળાને ચિંતા પેઠી કેમકે, મંત્રીઓના ચા-નાસ્તાનું બિલ બાકી છે
અમદાવાદ : રાજકારણમાં કયારે શું થાય તે નક્કી હોતુ નથી.એક સમયે સચિવાલયની એસી ચેમ્બરમાં બેસીને મહત્વના પ્રજાલક્ષી નિર્ણય લેતા સિનિયર મંત્રીઓ હવે પદ ગુમાવી ચૂક્યાં છે.મંત્રીમાંથી ધારાસભ્ય બનેલાં સિનિયરો તેમના જુનિયરોને હાથ ઉંચો કરી સાહેબ કહેવા મજબૂર બન્યાં છે.
એટલું જ નહીં, પૂર્વ મંત્રીઓ સચિવાલયના આંટાફેરા મારી મત વિસ્તારના કામો સહિત બાકી રહી ગયેલાં કામો ની રજૂઆત કરવા માડયાં છે.આ જોઇને, કાર્યકરો ય કહેતાં થયાં છે કે,આને કહેવાય,સમય સમય બલવાન હૈ.એક સમયે મત વિસ્તારની ફરિયાદો લઇ ગાંધીનગરમાં રજૂઆત કરવા આવનારાં ધારાસભ્ય આજે મંત્રી બનીને લોકોની રજૂઆત સાંભળી રહ્યાં છે.
નવી સરકારના નિર્ણયથી સરકારી બાબુઓના ભવાં ચઢ્યાં
સરકારે નિર્ણય લીધો છેકે, આઇએએસની ઓફિસમાં ધારાસભ્ય ચિઠ્ઠી વિના જઇ શકશે. એટલું જ નહીં,સોમવાર અને મંગળવારે ઓફિસમાં મળવા જઇ શકશે.સરકારના આ નિર્ણયથી સરકારી બાબુઓના ભવાં ચઢ્યાં છે.
અિધકારીઓનું કહેવું છે કે, અઠવાડિયામાં બે દિવસ ધારાસભ્યો માટે ફાળવાય તો અન્ય કામ કયારે કરવાં,અમારાં કામકાજ પર અસર થશે.ધારાસભ્યો એકલા આવતાં નથી બલ્કે સમર્થકોની સાથે આવી રહ્યા છે તે અિધકારીઓને ગમતુ નથી.
ધારાસભ્યો માત્ર ફરિયાદો જ કરી રહ્યા છે કે,કામ થતુ નથી.આ જોતાં અિધકારીઓ જ કહી રહ્યાં છે કે, હવે તો સાઇડ લાઇન થઇ જવામાં જ મઝા છે.અત્યાર સુધી સરકારી બાબુઓ ધારાસભ્યોને ઓફિસની બહાર બેસાડી રાખતા હતાં પણ હવે ઉલ્ટુ થયુ છે.ધારાસભ્યોના સમર્થકોને પણ થાય છે કે પહેલાં તો અિધકારીઓનું મોં પણ જોવા નહોતું મળતું.હવે અિધકારીઓ તેમને ધારાસભ્ય સાથે ગયા હોવાથી ચા-નાસ્તો પણ ઓફર કરે છે.
પૂર્વ સિનિયર મંત્રીઓના ચા-નાસ્તાનું બિલ બાકી છે
રૂપાણી સરકારની અચાનક વિદાય છે.સિનિયર મંત્રીઓને કદાચ સપનામાં ય ખ્યાલ નહી હોયકે આવુ થશે.સામાન્ય રીતે સચિવાલયમાં મંત્રીઓને મળવા આવનારાં મુલાકાતીઓને ચા-નાસ્તા અપાય છે.એટલુ જ નહી, સમર્થકોને કેન્ટીનમાં જમાડવાની ય વ્યવસૃથા કરી દેવામાં આવે છે.
મંત્રી સાથે મિટીંગ હોય તો ચા-નાસ્તો પણ કેન્ટીનમાંથી જ આવે છે.સરકારની અચાનક વિદાય થતા કેન્ટીનના સંચાલકની ચિંતા વધી છે.તેનુ કારણ છેકે, પૂર્વ મંત્રીઓના ચા-નાસ્તાના બિલ બાકી છે.હવે મંત્રીઓ પાસેથી કેવી રીતે ઉઘરાણી કરવી એ સવાલ કેન્ટીનવાળાને સતાવી રહ્યો છે.
મંત્રી પૂર્ણેશ મોદીએ પાટીલનો ફોટો કેમ મૂક્યો નહી…
માર્ગ મકાન વિભાગનો પદભાર સંભાળ્યા મંત્રી પૂર્ણેશ મોદીએ વરસાદી પાણીમાં ધોવાયેલાં અને ઉખડખાબડ રોડની સમસ્યા જાણવા વોટ્સએપ પર નંબર જાહેર કર્યો હતો.આ અપીલ કરતાં ઇમેજમાં મંત્રી પૂર્ણેશ મોદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી,કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ફોટો મૂક્યો હતો.પણ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો ફોટો મૂક્યો ન હતો તે સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો હતો કે, પૂર્ણેશ મોદી અને પાટીલ વચ્ચે ઘણાં વખતથી આંતરિક વિખવાદ જામ્યો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી વખતે ય પૂર્ણેશ મોદીના સમર્થકોને પાટીલે ટિકિટ આપી ન હતી.હવે આ જૂથવાદ છેક ગાંધીનગર સુધી પહોંચ્યો છે.
ધાનાણીએ બંગલાને ઓફિસ બનાવી દીધી કેમ કે….
કોંગ્રેસમાં અત્યારે એક સાંધેને તેર તૂટે તેવી સિૃથતી છે.કેન્દ્રીય નેતૃત્વ પંજાબ,રાજસૃથાન અને છતીસગઢમાં આંતરિક ઝઘડાને શાંત કરવાની મથામણમાં વ્યસ્ત છે.જોકે, આ બધુય શાંત પડયા બાદ ગુજરાતનો વારો છે.પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ,વિધાનસભા વિપક્ષના નેતાનુ નામ ગમે તે ઘડીએ જાહેર થઇ શકે છે.
આ અણસારને જોતાં પરેશ ધાનાણીએ તો છેલ્લાં કેટલાંય દિવસોથી ગાંધીનગરમાં બંગલો ખાલી કરી દીધો છે અને પરિવાર સાથે અમદાવાદમાં રહેવાનુ શરૂ કર્યુ છે.અત્યારે તો મંત્રી નિવાસૃથાનમાં આવેલો બંગલો માત્ર ઓફિસ સ્વરૂપે કાર્યરત છે અને મુલાકાતીઓ મળવાનુ સૃથાન બની રહ્યુ છે.ધાનાણીને હવે નિવાસસૃથાન ખાલી કરવાની ચિંતા જ નથી….
PA-PSની નિમણૂંકો ટલ્લે ચડી,ધારાસભ્યો ગોથે ચડયાં
નવી સરકાર રચાયાને પંદરેક દિવસ વિત્યા છે ત્યારે હજુય મંત્રીઓના પીએ,પીએસની નિમણૂંકો થઇ નથી.કમલમથી લિસ્ટ ફાઇનલ થવાનુ છે પણ મોડુ થતાં કઇંક ડખો થયો હોવાનુ ચર્ચા છે.પીએ,પીએસની નિમણૂંક ન થતાં ધારાસભ્યો પણ ગોથે ચડયા છે કેમ કે, મત વિસ્તારના કામોને લઇને કોને કહેવું તે સવાલ છે.મંત્રીઓએ પણ અત્યારે મૂંઝવણ અનુભવી રહ્યા છેહજુ ય સચિવાલયમાં શુભેચ્છાનો દોર જ ચાલી રહ્યો છે. હવે સરકાર પાસે ગણતરીના મહિનાઓનો સમય જ બાકી રહ્યો છે.અત્યારે તો કામ કરતી સરકાર કહીને ગુણગાન ગવાઇ રહયા છે પણ જો આવુ જ ચાલશે તો ત્યારે સમયસર નિર્ણય પણ લઇ શકાશે નહીં.મંત્રીઓ પાસે રજૂઆતો આવે તો તેનો અમલ કરવા માટે અિધકારીઓને સૂચના કોના દ્વારા પહોંચાડવી ? શુ પોતે ફાઇલ લઇને અિધકારીઓ પાસે જાય ? એવી સિૃથતિ પ્રવર્તે છે.સરવાળે પ્રજાની નારાજગીનો ભોગ બનવુ પડે તેવા દિવસો આવે તો નવાઇ નહી.
મંત્રી હકુભાના બંગલેથી હાથી લઇ જવા ટ્રક મંગાવાયો
પૂર્વ મંત્રી હકુભાએ બંગલાના પ્રવેશદ્વાર પર બે હાથી મૂકાવ્યા હતાં જેથી મંત્રી નિવાસસૃથાનનો લૂક બદલાયો હતો.અન્ય મંત્રીઓ કરતાં હકુભાનો બંગલો હાથીને કારણે કંઇક દેખાતો હતો.હાથીની આ પ્રતિકૃતિઓ છેક રાજસૃથાનથી મંગાવાઇ હતી.હવે જયારે રૂપાણી સરકારે વિદાય લેતાં મંત્રીઓએ નિવાસસૃથાન ખાલી કરવા માંડયા છે. બંગલો ખાલી કરવાનો હોઇ હાથી લઇ જવા માટે ટ્રક મંગાવવો પડયો હતો.


