વલસાડ : જિલ્લામાં બે નગરપાલિકાની કુલ 6 બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે.જેમાંથી વલસાડ નગરપાલિકાની 5 બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાંથી 4 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે.તો 1 બેઠક અપક્ષ ઉમેદવારે કબજે કરી છે.ઉમરગામ નગરપાલિકાની 2 બેઠકની યોજાયેલી પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.આમ વલસાડ જિલ્લામાં બે નગર નગરપાલિકાઓની કુલ 6 બેઠકોની પેટાચૂંટણીમાંથી 5 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે, તો એક બેઠક અપક્ષના ફાળે ગઇ છે.જોકે, કોંગ્રેસના સુપડા સાફ થયા છે.
મહત્વપૂર્ણ છે કે, વલસાડ નગરપાલિકાના પાંચ બેઠકોની પેટાચૂંટણી યોજાઇ હતી.જેમાં ભાજપે તમામ પાંચ બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.તો કોંગ્રેસ એ માત્ર બે જ બેઠકો પર પોતાના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.બાકીની બેઠકો પર અપક્ષ ઉમેદવારના સહારે કોંગ્રેસ ચાલી રહી હતી.પરંતુ આજે જાહેર થયેલા પરિણામમાં પાંચ બેઠકોની પેટાચૂંટણીમાંથી ચાર બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો અને એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો.આમ વલસાડ નગરપાલિકાની પાંચ બેઠકો માંથી ચાર પર ભાજપનો ભવ્ય વિજય થતા કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો.
પરિણામ અને વિજેતા ઉમેદવારો પર એક નજર કરીએ,
– વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવારર સતિષ પટેલ 2219 વોટથી વિજેતા થયા છે.કિરણ ભાઈ ભીખુભાઈ પટેલ 3062 મતથી વિજય થયા હતાં.
– વોર્ડ નંબર 2માં અપક્ષ ઉમેદવાર વિકાસ રાજેશ પટેલની જીત થઈ હતી.વોર્ડ નંબર 5માં ભાજપના ઉમેદવાર હિતેશ ભંડારીની 394 વોટથી જીત થઈ હતી અને વોર્ડ નંબર 6માં ભાજપના ઉમેદવાર વિમલભાઈ ગજ્જરનો 364 વોટથી વિજય થયો છે.
– ઉમરગામ નગરપાલિકાની એક બેઠકની યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધો ચૂંટણી જંગ હતો.પરંતુ આજે યોજાયેલી મતગણતરીમાં ભાજપના ઉમેદવાર મનીષ રાયનો ભવ્ય વિજય થયો છે.


