મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર 100 કરોડની વસૂલી અને 4 FIR જાણો શું છે આખી બાબત

530

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહની મુશ્કેલીઓ સતત વધી જ રહી છે.હમણાં તો એવી પરિસ્થિતિ છે કે હમણાં પરમબિરનો કોઈ જ અતોપતો નથી.તે ડરથી ક્યાંક છુપાઈ ગયા છે.તેમને શોધવા માટે ખુબ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.તો ઘણીવાર એવું પણ સાંભળવા મળે છે કે ક્યાંક તે દેશ છોડીને ભાગી તો નથી ગયા ને? તમને જણાવી દઈએ કે મની લોન્ડ્રીંગ કેસમાં તેમની તપાસ ચાલી રહી છે.

પૂર્વ કમિશનરને લઈને હમણાં કોઈ જ નવી જાણકારી મળી નથી.મુંબઈ પોલીસને તપાસ આગળ વધારવામાં ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ બાબતે મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વલસે પાટીલનું ખુબ જરૂરી નિવેદન સામે આવ્યું છે.તેમણે જણાવ્યું છે કે તપાસ એજન્સીઓ પાસે પરમબીરની કોઈપણ જાણકારી નથી.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી પરમબીર વિષે વાત કરતા જણાવે છે કે ‘કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે સાથે અમે પણ તેમની વિષે તપાસ કરી રહ્યા છે.અમે તો તેમની દેશ છોડીને જવાની વાત પણ સાંભળી છે પણ એક સરકારી અધિકારી તરીકે સરકારની પરમિશન વગર તે જઈ શકે નહિ.

આગળ તેઓ જણાવે છે કે, ‘અમે પરમબિર સિંહને શોધવા માટે એક અભિયાન શરુ કર્યું છે.અમે તેની માટે કેન્દ્ર સરકારની પણ હેલ્પ લઇ રહ્યા છે. અમારા અધિકારી કેન્દ્ર સાથે મળીને કરી રહ્યં છે.લગભગ તેઓની ભારત છોડી ગયાના કોઈ યોગ્ય સમાચાર નથી. નિયમ પ્રમાણે કોઈપણ કર્મચારી કે પછી મુખ્યમંત્રી માટે દેશ છોડીને જવું એ અઘરી વસ્તુ છે તેની માટે તેમને સરકારની પરમિશન લેવી જરૂરી છે.આ કિસ્સામાં અત્યારસુધી તેમના તરફથી કોઈપણ વિદેશ યાત્રાની અરજી મળી નથી.

તમને જાણીને નવાઈ લાગશે પણ પરમબીર સિંહ પર જરજસ્તી પૈસા વસૂલી કરવાનો આરોપ લગાવ્યો છે.અને તેમની વિરુદ્ધ ચાર FIR પણ દાખલ કરવામાં આવી છે.જાણકારી પ્રમાણે તે લગભગ 100 કરોડ રૂપિયાની વસૂલીના આરોપી છે.

Share Now