– ભાજપ અગ્રણીના પતિ પર વિદ્યાર્થીનીઓએ છેડતીના કર્યા આક્ષેપ
– ઓડિયો ક્લીપ તેમની નથી તેવું સીમા જોશીનું નિવેદન
રાજકોટ ભાજના અગ્રણી સીમા જોશીની કથીત ઓડીયો ક્લીપ સામે આવી છે.જેના કારણે હાલ તેમનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.આપને જણાવી દઈએ કે ભાજપના અગ્રણી સીમા જોશીના પતિ દિનેશ જોશી શાળાના સંચાલક છે.જેમા વિદ્યાર્થીનીઓએ તેમના પતિ પર છેડતીનો આક્ષેપ કર્યો છે.જેના કારણે આ મામલે હવે ગરમાયો છે.
વિદ્યાર્થીઓનીઓ ધમકાવામાં આવી
સમગ્ર મામલે વિદ્યાર્થીનીઓએ જ્યારે વાત કરી ત્યારે સીમા જોશીએ ઉપરથી વિદ્યાર્થીનીઓને ધમકાવી હતી.જેમા તેમણે વિદ્યાર્થીઓને એવું કહ્યું કે હું ઈન્દ્રની અપ્સરા જેવી છું મારો પતિ મને મૂકીને અન્ય કોઈ પણ સ્ત્રી સામે ન જુવે.
ઓડિયો ક્લીપ તેમની નથી તેવું સીમા જોષીનું નિવેદન
સમગ્ર મામલે ભાજપના અગ્રણી સીમાબેન જોશી વિદ્યાર્થીનીઓને ધમકાવી રહ્યા હતા તેની ઓડીયો ક્લીપ સામે આવી છે.જોકે ઓડિયો ક્લીપ સામે આવ્યા બાદ સીમા જોષી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યુ છે કે તે ઓડિયો ક્લીપ મારી નથી.
ભાજપ અગ્રણીના પતિ શાળાના સંચાલક
આ સમગ્ર મામલે જે ઓડિયો ક્લીપ સામે આવી છે. તેમા સ્કૂલના શિક્ષક અને શિક્ષિકા પણ ઓડિયોમાં ધમકાવતા હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.જોકે આ સમગ્ર મામલે મહીલા અગ્રણીના પતિ દિનેશ જોશી કે જેઓ શાળાના સંચાલક છે અને તેમની સામે છેડતીના આરોપો લાગેલા છે. તેઓ પોલીસ પકડથી ફરાર છે.
સમગ્ર મુદ્દો ચર્ચાનું કારણ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ભાજપના અગ્રણી સીમાબેન જોશીએ વિદ્યાર્થીઓની ફરિયાદ સાંભળવાને બદલે તેમને ધમકાવી હતી.
સાથેજ જોકે બીજી તરફ તેમણે એવું નિવેદન આપ્યું છે કે ઓડિયો ક્લીપ મારી નથી.જેના કારણે આ મુદ્દો હવે ચર્ચા નું કારણ બન્યો છે.


