સુરક્ષા ન મળે ત્યાં સુધી કામ નહીં કરે શીખ, કાશ્મીરી પંડિતોએ કહ્યું શાંત નહીં બેસીએ, સરકાર હલાવી દઈશું

201

– સિરસાએ સરકાર પાસે શીખ સમુદાયની સુરક્ષાની માંગ કરી
– શિક્ષકોના મોત પર શીખ સમુદાયના લોકોએ વિરોધ નોંધાવ્યો
– કાશ્મીરી પંડિતોએ પણ સમાન્ય નાગરિકોના હત્યાની વિરુદ્ધ પ્રદર્શન કર્યા
– સિરસાએ સરકાર પાસે શીખ સમુદાયની સુરક્ષાની માંગ કરી

દિલ્હી ગુરુદ્વાર પ્રબંધન સમતિના અધ્યક્ષ મનજિંદર સિંહ સિરસાએ સરકાર પાસે શીખ સમુદાયની સુરક્ષાની માંગ કરી છે.જમ્મુ કાશ્મીર પીપુલ્સ ફોરમે પણ શિક્ષકોની હત્યાની વિરુધ્ધ ગુરુવારે શ્રીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

શિક્ષકોના મોત પર શીખ સમુદાયના લોકોએ વિરોધ નોંધાવ્યો

શિક્ષકોના અંતિમ સંસ્કાર કર્યા. આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર શીખ સમુદાયના લોકોએ વિરોધ નોંધાવ્યો.સિરસાએ કહ્યું કે શીખ કર્મચારીઓ ત્યાં સુધી કામ પર નહીં જાય જ્યાં સુધી સરકાર તેમની સુરક્ષાની જવાબદારી નહીં લે.તેમણે ટ્વીટના માધ્યમથી એક વીડિયો મેસેજ જારી કર્યો છે અને કહ્યું કે શીખ સમુદાય ભયના માહોલ નીચે છે.

શીખ કર્મચારીઓની સુરક્ષાના સંબંધમાં મુખ્ય સચિવને અવગત કરાવ્યા છે

સિરસાએ કહ્યું કે તેમણે ફક્ત એટલા માટે મારવામાં આવ્યા કેમ કે તે નોન -મુસ્લિમ અને ત્યાં માઈનોરિટીના લોકો હતા. તેમને આઝાદીનું સેલિબ્રેશન સ્કૂલમાં કર્યું હતુ.તેમણે જાણકારી આપી છે કે શીખ કર્મચારીઓની સુરક્ષાના સંબંધમાં મુખ્ય સચિવને અવગત કરાવ્યા છે.ગુરુવારે શ્રીનગરના ઈદગાઈ વિસ્તારમાં સરકારી સ્કૂલના આચાર્ય કૌર અને એક શિક્ષક દીપક ચંદની ગોળી મારી હતી કરી હતી.આ આતંકી હુમલામાં બન્ને શિક્ષકના મોત થયા હતા.

કાશ્મીરી પંડિતોએ પણ સમાન્ય નાગરિકોના હત્યાની વિરુદ્ધ પ્રદર્શન કર્યા

ઉલ્લેખનીય છે કે કાશ્મીરી પંડિતોએ પણ સમાન્ય નાગરિકોના હત્યાની વિરુદ્ધ પ્રદર્શન કર્યા અને દેશભક્તિના નારા લગાવ્યા.આ દરમિયાન માઈગ્રેટ વેલફેર કમિટીના અધ્યક્ષ અનિલ કુમારે સરકારની વિરુદ્ધ ભવિષ્યને લઈને સવાલ કર્યા છે.તેમણે કહ્યું કે ગત 30 વર્ષથી અમે ભોગવી રહ્યા છીએ. અમારા લોકોની હત્યા થઈ રહી છે.અમે શાંત નહીં બેસીએ.અમે સરકારને હલાવી દઈશું.આ ભારત યુવા અને કાશ્મીરી પંડિત છે.

Share Now