ઉતરપ્રદેશ-ઉતરાખંડ-ગોવામાં ફરી ભાજપ : પંજાબ-મણીપુરમાં ત્રિશંકુ વિધાનસભા

224

– યુપીમાં ભાજપ 250 આસપાસ રહેશે : ઉતરાખંડમાં કોંગ્રેસને બુસ્ટર ડોઝ :પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરશે પણ કોઈને બહુમતી નહી

નવી દિલ્હી : ઉતરપ્રદેશમાં લખીમપુર કાંડ થી ફરી ગરમ બનેલા રાજકીય વાતાવરણ વચ્ચે કરવામાં આવેલા ઓપીનીયન પોલમાં રાજયમાં ફરી યોગી સરકારજ સતા પર આવશે તેવો સંકેત છે.એબીપી ન્યુઝ તથા સી વોટરના સર્વેમાં પંજાબ,યુપી, ઉતરાખંડ,ગોવા અને મણીપુરના લોકોનો મૂડ જાણવા માટે પ્રયાસ થયો હતો.

જેમાં ભાજપ માટે સૌથી મહત્વના ઉતરપ્રદેશના હાલના 300 પ્લસ બેઠકોના ટાર્ગેટમાં જોકે પક્ષ સફળ થશે નહી અને ભાજપે 241 થી 249 બેઠકો સાથે બહુમતી મળશે તે નિશ્ચિત હોવાનું જણાવ્યું છે.જયારે બીજા નંબરે સમાજવાદી પક્ષને 130 થી 138 બસપાને 15 થી 19 અને કોંગ્રેસને 3થી7 બેઠકોનો અંદાજ અપાયો છે.રાજયમાં ભાજપને 41% મતો મળશે. સમાજવાદી પક્ષને 32% બસપાને 15% અને કોંગ્રેસને 6% તથા અન્ય પક્ષો અપક્ષો 6% મતો લઈ જઈ શકે છે.જો કે ખેડુત આંદોલનો મોટો પ્રભાવ મતદારો પર છે. 50% મતદારોએ ખેડુતો સાચા હોવાનો દાવો કર્યો છે.જયારે 41% લોકોએ સરકારની તરફેણ કરી હતી.

પંજાબ જે યુપી બાદ બીજુ મહત્વનું રાજય છે અને જયાં હાલમાં જ કોંગ્રેસ દ્વારા નેતૃત્વ પરીવર્તન કરવામાં આવ્યું છે તથા ચૂંટણીમાં કેપ્ટન અમરીન્દરસિંહ પણ જુદો ચોકો કરે તેવી શકયતા છે પણ આ રાજયમા બહુંપાંખીયો જંગ જામશે તે નિશ્ચિત છે.

પંજાબમાં ત્રિશંકું વિધાનસભાના સંકેત છે અને અહી કોંગ્રેસ, ભાજપ, અકાલીદળ, આમ આદમી પાર્ટી તથા કેપ્ટનની સંભવીત પાર્ટી વચ્ચેના જંગમાં આમ આદમી પાર્ટી સૌથી મોટો પક્ષ તરીકે ઉપરાંત આવે તેવી ધારણા છે અને આ પક્ષ ફકત પંજાબ જ નહી ઉતરાખંડ અને ગોવામાં પણ બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પડકાર બની શકે છે.કોંગ્રેસ પક્ષ પંજાબ,ઉતરાખંડમાં આંતરકલહમાં તેનું સ્થાન ગુમાવશે.

પંજાબમાં 117 બેઠકો વિધાનસભામાં આમ આદમી પાર્ટી 49થી55 કોંગ્રેસ પક્ષ 30થી47 અકાલીદળ 17થી25 અને ભાજપ 1 બેઠક અથવા તો કોઈ બેઠક મેળવી શકશે નહી.ઉતરાખંડમાં ભાજપની સરકાર ફરી આવી શકે છે. ભાજપ 45% વોટ શેર સાથે 42થી45 બેઠકો કોંગ્રેસ પક્ષ 34% મતો સાથે 21થી25 બેઠકો, આમ આદમી પાર્ટી 0-4 બેઠકો અને અન્યને 2 બેઠકો મળશે.ગોવામાં પણ ભાજપની સરકાર ફરી બને તેવા સંકેત છે. 40 સભ્યોની વિધાનસભામાં ભાજપને 24-28 બેઠકો કોંગ્રેસને 1થી5 બેઠકો અને આમ આદમી પાર્ટી 3થી7 બેઠકો તથા અન્ય 4થી8 બેઠકો મળશે.

મણીપુરમાં પણ ભાજપ 21થી28 બેઠકો કોંગ્રેસ પક્ષ 18થી22 અને નાગાપીપલ્સ ફ્રન્ટ 4થી8 બેઠકો અને અન્ય 1થી5 બેઠકો મેળવશે.પંજાબ બાદ હવે મણીપુરમાં જીત માટે 31 બેઠકો કોઈ પક્ષને મળનાર નથી તેવું આ ઓપીનીયન પોલ કહે છે.જેથી આ રાજયમાં ત્રિશંકુ વિધાનસભાની આશંકા છે.

Share Now