– એક બિઝનેસમેનની ધરપકડ : કોર્ટે 11 ઓક્ટોબર સુધીની કસ્ટડી આપી
મુંબઇ : મુંબઈ નજીક સમુદ્રમાં ક્રુઝ શિપમાં ડ્રગ્સ પાર્ટી પ્રકરણના લીધે ચકચાર જાગી છે.ત્યારે નશીલા પદાર્થ મામલામાં વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે.નવી મુંબઈમાં ન્હાવા સેવા બંદરે ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યું ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ની મુંબઈ ઝોનલ યુનિટે ૨૫ કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો છે. કન્ટેનરમાં ઇરાનથી મુંબઈ હેરોઇન લાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે.આંતરરાષ્ટ્રીય બજારમાં એની કિંમત અંદાજે ૧૨૫ કરોડ રૃપિયા છે.આ રેકેટમાં ઇન્ટરનેશનલ ગેંગ સંડોવાયેલી હોવાની શંકા છે.આ હુનામાં એક બિઝનેસમેનને પકડવામાં આવ્યો છે. કોર્ટે તેને ૧૧ ઓક્ટોબર સુધી ડીઆઇરઆઇની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
નવી મુંબઈના ન્હાવા શેવા બંદર ખાતે મોટા પ્રમાણમાં ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું હોવાની માહિતી ડીઆરઆઇની ટીમને મળી હતી.જેના આધારે અહીં છાપો મારવામાં આવ્યો હતો.ઇરાનથી મુંબઈ આવેલા કન્ટેનરમાં શીંગતેલના ડબાના બોક્સમાં હેરોઇન સંતાડવામાં આવ્યું હતું.ડીઆઇરઆઇને અંદાજે ૨૫ કિલો હેરોઇન મળી આવ્યું હતું.આ કન્ટેનર મસ્જિદ બંદરના બિઝનેસમેન સંદીપ ઠક્કરના નામથી હતું. બીજીતરફ ડીઆરઆઇને સંદીપે પૂછપરછમાં જણાવ્યું હતું કે ‘તેણે કંપનીનો કંપનીનો આયાત નિકાસ કોડ અન્ય બિઝનેસમેન જયેશ સંઘવીને આપ્યો હતો. તે અંદાજે ૧૫ વર્ષથી જયેશ સાથે વ્યવસાય કરતા હતા.આથી વિશ્વાસ કરીને જયેશને ઇરાનથી માલ લાવવાની પરવાનગી આપી હતી,પણ આ બદલ મે અમુક રકમ આપવાનો હતો.જયેશ નશીલો પદાર્થ લાવશે એની જાણ નહોતી.
આ ડીઆરઆઇએ જયેશની ધરપકડ કરી હતી. તેની સામે એનડીપીએસ કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.સમુદ્ર માર્ગે ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરનારા રેકેટમાં જયેશ સંડોવાયેલો હોવાનું કહેવાય છે.તેના અન્ય સાથીદારની માહિતી મેળવવામાં આવી રહી છે.આ ગુનામાં વધુ ધરપકડની શક્યતા છે.બંદર પર અન્ય કન્ટેનરની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.અગાઉ એન્ટી નાર્કોટિક્સ સેલે દક્ષિણ મુંબઈના ડોંગરીમાં બે જણને ૧૫ કરોડ રૃપિયાના હેરોઇન સાથે પકડાયા હતા.

