ભાજપના ધારાસભ્યે આર્યન ખાનના જામીન મંજૂર થાય તે માટે કરી પ્રાર્થના, ટ્વિટ કરીને આપી શુભેચ્છા

192

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી આજે 20 ઓક્ટોબરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવસે. NCBની ટીમે 2 ઓક્ટોબરની રાત્રે આર્યન ખાનની ક્રૂઝની રેવ પાર્ટીમાંથી ધરપકડ કરી હતી.બાદમાં તે 3 દિવસ એનસીબીની કસ્ટડીમાં રહ્યો હતો.

આર્યન ખાનની જામીન અરજી પર આજે સુનાવણી

એનસીબીની કસ્ટડી સમાપ્ત થયા બાદ તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.હાલમાં આર્યન ખાનને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો છે.આર્યનની જામીન અરજી પર સુનાવણી કરનાર સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે ગત સુનાવણીમાં તેની જામીન અરજી પર નિર્ણય અનામત રાખ્યો હતો.ત્યારે હાલ ભાજપના નેતા રામ કદમે આર્યનને આજની સુનાવણીમાં જામીન મળે તે માટે પ્રાર્થના કરી છે અને આ સંદર્ભે એક ટ્વિટ કર્યું છે.

રામ કદમે આર્યન ખાનના જામીન મંજૂર થાય તે માટે કરી પ્રાર્થના

રામ કદમે ટ્વીટમાં લખ્યું કે, પ્રાર્થના કરો કે આર્યન ખાનને જામીન મળે.બંધારણ અને કાયદાના આધારે જામીન મેળવવો એ મૂળભૂત અધિકાર છે.રામ કદમે આ મામલે ઠાકરે સરકાર પર કટાક્ષ કર્યો છે, અને લખ્યુ કે, ‘આ લડાઈ કોઈ ખાસ વ્યક્તિ સામે નથી.સમગ્ર માનવ જાતિ ડ્રગ્સ સામે લડી રહી છે.એવી અપેક્ષા હતી કે આ ખતરનાક ડ્રગ્સ કેસમાં મહારાષ્ટ્ર સરકાર ડ્રગ્સ માફિયા સામે ઉભી રહેશે, પરંતુ વસૂલીની અસર સ્પષ્ટ દેખાઈ રહી હતી.’

ડ્રગ્સ કેસનો રાજકીય ઉપયોગ અફસોસની વાત : રામ કદમ

પોતાના ટ્વિટમાં રામ કદમે લખ્યું કે, ‘મહેબૂબા મુફ્તીએ પણ આગામી ચૂંટણી માટે આ બાબતનો ભરપૂર ઉપયોગ કર્યો. દુ:ખની વાત છે, આપણી યુવા પેઢી આ વ્યસનને કારણે બરબાદ થઈ રહી છે, શા માટે તમામ પક્ષો અને માનવજાત આ માટે એક થઈ શકતા નથી.’

Share Now