– પોલીસે દુકાનદારની પૂછપરછ શરૂ કરી
– ભૂતપૂર્વ આઇએએસ ઓફિસરની પણ આ જ પ્રકારના કેસમાં ધરપકડ થઈ છે
કાનપુર : કાનપુરમાં દુકાનદાર પર નવા પ્રકારે ઇસ્લામનો પ્રચાર કરવાનો આરોપ લાગ્યો છે.આ દુકાનદાર બિલની નીચે ગ્રાહકને ઇસ્લામ-ધ ઓનલી સોલ્યુશન લખીને ગ્રાહકોને આપતો હતો.આ બિલની નકલ કોઈએ સોશિયલ મીડિયા પર મૂકતા તોફાન આવી ગયું.
હાલમાં કાનપુર પોલીસ દુકાનદારની પૂછપરછ કરી રહી છે.કાનપુરના પૂર્વ પોલીસ કમિશ્નર અને આઇએએસ ઓફિસર ઇફ્તખારુદ્દીન સામે ધર્મપરિવર્તનની તપાસ ચાલી રહી છે.આ મામલાને પણ સોશિયલ મીડિયામાં આ કેસ સાથે જોડી દેવાયો છે.આ મામલાને લઈને શોરબકોર થતાં પોલીસે દુકાનદારની પૂછપરછ શરૃ કરી છે.
કાનપુરના મેસ્ટન રોડ પર આવેલા મંદિરની જોડેની ગલીમાં સલીમ નામની વ્યક્તિની દુકાન છે.આ પ્લાસ્ટિકની દુકાન છે.તે ઘણા જિલ્લામાં સપ્લાય કરે છે.આ દુકાનનું એક 4,750 રુપિયાનું બિલ સામે આવ્યું.તેમા સૌથી નીચે લખ્યું છે ઇસ્લામ- ધ ઓનલી સોલ્યુશન.આ બિલ 18મી આક્ટોબરનું છે. આ રીતે બિલ દ્વારા ઇસ્લામનો પ્રચાર કરવાની સોશિયલ મીડિયામાં આકરી ટીકા થવા લાગી.કાનપુર કમિશ્નરે તરત જ કેસની તપાસ ડીસીપી પ્રમોદ કુમારને કરવા આદેશ આપ્યો.ડીસીપીની ટીમે દુકાનદારની પૂછપરછ શરૂ કરી દીધી છે.
પોલીસ વડા અસીમ અરુણે જણાવ્યું હતું કે સંલગ્ન વ્યક્તિની ઓળખ કરી લેવામાં આવી છે.તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.આ બિલ પર નોંધાયેલો મોબાઇલ નંબર હવે સ્વિચ ઓફ થઈ ગયો છે.આ દુકાનનું શટર પણ પડી ગયું છે.તેના માલિક અને કર્મચારીનો પણ હાલમાં કોઈ પતો લાગતો નથી

